લક્ઝુરિયસ ઈ-કાર:મર્સિડીઝ-બેન્ઝ ચાલુ વર્ષે 3 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે, પાંચ વર્ષમાં કુલ વેચાણમાં EVનો શેર 25% કરવાનો ટાર્ગેટ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMG મોડેલ સાથે મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર માર્ટિન શ્વેન્ક અને ગ્રૂપ લેન્ડમાર્કના ચેરમેન સંજય ઠક્કર. - Divya Bhaskar
AMG મોડેલ સાથે મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર માર્ટિન શ્વેન્ક અને ગ્રૂપ લેન્ડમાર્કના ચેરમેન સંજય ઠક્કર.
  • ગત વર્ષે ગુજરાતમાં મર્સિડીઝની અંદાજે 700 કારનું વેચાણ થયું હતું
  • કંપનીએ અમદાવાદમાં પહેલું AMG પર્ફોર્મન્સ સેન્ટર શરૂ કર્યું

લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે અમદાવાદમાં દેશના પ્રથમ ઇન્ટિગ્રેટેડ AMG પર્ફોર્મન્સ સેન્ટર MAR2020 શરૂ કર્યું હતું. આ તકે ઉપસ્થી કંપનીના ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ માર્ટિન શ્વેન્કે જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં હાલ અમારું એક ઈ-કાર મોડેલ છે અને આ વર્ષ દરમિયાન ત્રણ નવા ઇલેક્ટ્રિક કાર મોડેલ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આમનું એક મોડેલ ઓગસ્ટના ત્રીજા સપ્તાહે લોન્ચ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ હાલના તેમજ નવી લોન્ચ થઈ રહેલી ઈ-કારની કિમત અંદાજે રૂ. 1 કરોડથી વધુની હશે.

કુલ વેચાણમાં EVનો શેર 25% કરવાનો ટાર્ગેટ
માર્ટિન શ્વેન્કે કહ્યું કે, ભારતમાં હજુ ઇલેક્ટ્રિક કારનું માર્કેટ ડેવલપ થઈ રહ્યું છે. અત્યારે અમારા કુલ વેચાણમાં EV સેગમેન્ટનો શેર નજીવો છે. અત્યારે માર્કેટમાં અમારું એક જ મોડેલ ઉપલબ્ધ છે. જોકે, આવતા સમયમાં નવા મોડેલ આવી રહ્યા છે. આગામી પાંચ વર્ષમાં અમારા કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક કારનો શેર 25% કરવાનો અમારો ટાર્ગેટ છે. કંપની ચાર્જિંગ નેટવર્ક ડેવલપ કરવા ઉપર પણ કામ કરી રહી છે. આ માટે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે વાત ચાલે છે જેથી કોમ્પ્લેકસમાં જ ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરી શકાય.

ગુજરાતમાં 2021-22માં 700 કારનું વેચાણ
કંપનીના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે ગુજરાતમાં અંદાજે 700 મર્સિડીઝ-બેન્ઝ કારનું વેચાણ થયું હતું. તેના આગળના વર્ષની તુલનામાં વેચાણમાં આશરે 75% જેવો વધારો થયો છે. કેલેન્ડર વર્ષ 2021માં સમગ્ર ભારતમાં કંપનીની 11,243 કારનું વેચાણ થયું હતું અને 2022માં જાન્યુઆરી-જુલાઇ વચ્ચે 7,573 કારનું વેચાણ થઈ ચૂક્યું છે. કંપની પાસે આ વર્ષે 6,000 કાર ડિલિવર કરવાના ઓર્ડર છે.

AMG પર્ફોર્મન્સ સેન્ટરમાં ગ્રાહકોને નવો અનુભવ મળશે
ગ્રૂપ લેન્ડમાર્કના ચેરમેન અને ફાઉન્ડર સંજય ઠક્કરે જણાવ્યું કે, અમે અમારા ગ્રાહકોને અમદાવાદમાં તદ્દન નવા ઇન્ટિગ્રેટેડ એએમજી પર્ફોર્મન્સ સેન્ટર MAR2020 સાથે ઉત્સાહિત કરવા માટે રોમાંચિત છીએ. આ આધુનિક લક્ઝરી સુવિધા એક અપ્રતિમ ભાવનાત્મક વ્યવસ્થા બનાવે છે, જે એએમજી બ્રાન્ડ અને ઉત્પાદનો સાથે અમારા એએમજી ગ્રાહકોના પ્રથમ પરિચયના વિશિષ્ટ વાતાવરણ સાથે મેળ ખાય છે. આ અનોખી સુવિધા સાથે અમે બજારમાં એએમજી બ્રાન્ડને વિકસાવવાની અમારી આકાંક્ષાને ભારપૂર્વક રેખાંકિત કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...