તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • McDonald's Cafe Menu Update; Turmeric Latte, Masala Kadak Chai Added For Immunity Boosting

મેકડોનલ્ડ્સનો નવો ટેસ્ટ:મેકડીમાં હવે કડક મસાલા ચા અને હળદરવાળું દૂધ પણ મળશે, ઈમ્યૂનિટી બૂસ્ટર પર કંપનીનું ફોકસ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેકડોનલ્ડ્સ ઈન્ડિયા હવે ઈમ્યૂનિટી બૂસ્ટિંગ પર ધ્યાન આપી રહ્યુ છે. તેમણે હળદરવાળું દૂધ અને કડક મસાલા ચા જેવી 2 પ્રોડક્ટને પોતાના મેકકેફે મેનૂમાં ઉમેરી છે. આ બંને પ્રોડક્ટ્સ મેકકેફે આઉટલેટ પણ મળશે.

મેકડી 305 રેસ્ટોરન્ટ્સ ચલાવે છે
મેકકેફે આઉટલેટ ચલાવનારી મેકડોનલ્ડ્સની વેસ્ટ એન્ડ સાઉથ ફ્રેન્ચાઈઝી હર્ડકાસ્લે રેસ્ટોરન્ટે આ જાણકારી આપી છે.

આ ફ્રેન્ચાઈઝી દેશના 42 શહેરોમાં 305 મેકડી રેસ્ટોરન્ટ્સ ચલાવે છે. તેમણે કહ્યું હળદરવાળું દૂધ એક પ્રોડક્ટ હશે. આ એક અનોખું ટ્વિસ્ટ ધરાવનારુ પ્રોડક્ટ છે. તેમા આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોડક્ટ કફ, ખાંસી, તાવ જેવા તમામ રોગો માટે ફાયદાકારક રહેશે.

ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા માટે હળદર પ્રમુખ ભૂમિકા ભજવે છે કંપનીએ કહ્યું છે કે હળદર ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા માટે પ્રમુખ ભૂમિકા નિભાવે છે. તેની સાથે ઈલાયચી અને કેસર જેવા અન્ય પોષક તત્વો પણ આ પ્રોડક્ટમાં મળશે.

હર્બલ અને મસાલોના ઉપયોગવાળું દૂધ તરત જ શરીરમાં ઉર્જા પ્રદાન કરે છે. મસાલા કડક ચાને ભારતીય ગ્રાહકો માટે લવ અને ઈમોશનના દ્રષ્ટિકોણથી જાહેર કરવામાં આવી છે.

99 રુપિયામાં ચા મળશે
એક કપ મસાલા ચાની કિંમત 99 રુપિયા રહેશે. હળદર યુક્ત દૂધના પેકની કિંમત 140 રુપિયા હશે. મેકડોનલ્ડ્સ ઈન્ડિયાના પશ્ચિમી અને દક્ષિણી ભારતના ડાયરેક્ટર અરવિંદ આર પીએ કહ્યું કે અમારા મેન્યૂમાં ઈનોવેશન હંમેશા હોય છે.

અમે આ નવી પ્રોડક્ટ માટે ઉત્સાહિત છે. ઘણા રિસર્ચમાં આ વાતને જણાવામાં આવી છે કે ગ્રાહક હવે વધુ ઈમ્યૂનિટી વાળી રેસિપી અને પ્રોડક્ટ્સ પર ફોકસ કરી રહ્યા છે.

શાકાહારી બર્ગરનું વેચાણ થશે
બીજી તરફ મેકડોનલ્ડ્સ યૂકે અને આયરલેન્ડમાં આ મહિનાના અંતે શાકાહારી બર્ગરનું વેચાણ શરુ કરશે. મેકપ્લાન્ટ બર્ગરને પનીર, સોસથી તૈયાર કરવામાં આવ્યું છે. મેકપ્લાન્ટને માસાહારી વાસણોથી અલગ વાસણમાં બનાવામાં આવશે.

આ મહિને આને 10 રેસ્ટોરેન્ટ્સમાં શરુ કરવામાં આવશે. બાદમાં તેને 250 રેસ્ટોરેન્ટમાં શરુ કરવામાં આવશે. આગલા વર્ષના અંત સુધી યૂકે અને આયરલેન્ડના દરેક રેસ્ટોરેન્ટ્સમાં આ શાકાહારી બર્ગર ઉપલબ્ધ રહેશે. કંપની પહેલા જ આને ઓસ્ટ્રિયા, સ્વિડેન અને ડેનમાર્કમાં વેચે છે.

અન્ય સમાચારો પણ છે...