ઓગસ્ટમાં છૂટક ફુગાવો વધવાની શક્યતા:4 મહિનામાં પહેલીવાર વધીને 6.9% થઈ શકે છે, સાંજે 05.30 વાગ્યે જાહેર થશે આંકડાઓ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓગસ્ટના છૂટક ફુગાવાના આંકડા આજે સાંજે 05.30 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ વખતે છૂટક ફુગાવો ચાર મહિનામાં પ્રથમ વખત વધીને 6.9% થઈ શકે છે. જુલાઈમાં કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવો ઘટીને 6.7% થયો હતો. જ્યારે, ખાદ્યપદાર્થોમાં ખાસ કરીને ખાદ્યતેલ અને શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને કારણે ફુગાવો ઓછો થયો હતો. જુલાઈમાં ખાદ્ય ફુગાવો 6.75% અને જૂનમાં 7.75% હતો. આ પહેલા, મે મહિનામાં તે 7.97% અને એપ્રિલમાં 8.38% હતો.

જો કે, છૂટક ફુગાવો સતત 7 મહિનાથી RBIની 6%ની ઉપલી મર્યાદા પર છે. જાન્યુઆરી 2022માં છૂટક ફુગાવાનો દર જાન્યુઆરીમાં 6.01%, ફેબ્રુઆરીમાં 6.07%, માર્ચમાં 6.95%, એપ્રિલમાં 7.79%, મે મહિનામાં 7.04% અને જૂનમાં 7.01% નોંધાયો હતો.

અનાજ અને કઠોળના ભાવમાં વધારો
અનાજ અને કઠોળના ભાવ વધવા લાગ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સના ડેટા અનુસાર ઓગસ્ટમાં ચોખાના છૂટક ભાવ દર મહિને 2.3% વધ્યા છે. લોટના ભાવમાં પણ 3.5 ટકાનો વધારો થયો છે. અર્થશાસ્ત્રીઓના મતે આંકડાઓ જાહેર થતાં ઓગસ્ટમાં મોંઘવારી વધવાની શક્યતા છે.

ઓર્ગેનાઈઝેશનઓગસ્ટ છૂટક ફુગાવાનો અંદાજ
બેંક ઓફ બરોડા6.7%
ઇન્ડસઇન્ડ બેંક6.75%
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા​​​​​​​6.88%
કાર એજ6.9%
DBS બેંક ​​​​​​​6.9%
ICRA6.9%
IDFC ફર્સ્ટ બેંક6.9%
HDFC બેંક​​​​​​​6.96%
મોતીલાલ ઓસ્વાલ ફાયનાન્સિયલ સર્વિસીસ7%

મોંઘવારી કેવી રીતે અસર કરે છે?
મોંઘવારીનો સીધો સંબંધ ખરીદશક્તિ પર છે. ઉદાહરણ તરીકે, જો ફુગાવાનો દર 7% છે, તો 100 રૂપિયાની કમાણી માત્ર 93 રૂપિયા હશે. આ માટે ફુગાવાને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું જોઈએ.

મોંઘવારી કેવી રીતે વધે-ઘટે છે?
ફુગાવાનો વધારો અને ઘટાડો ઉત્પાદનની માંગ અને પુરવઠા પર આધારિત છે. જો લોકો પાસે વધુ પૈસા હશે, તો તેઓ વધુ વસ્તુઓ ખરીદશે. વસ્તુઓ વધુ ખરીદવાથી ચીજ-વસ્તુઓની માંગ વધશે અને જો માંગ પ્રમાણે પુરવઠો નહીં મળે તો આ વસ્તુઓની કિંમત પણ વધશે. આ રીતે બજારમાં મોંઘવારી વધતી જશે. એટલે કે, બજારમાં નાણાનો વધુ પડતો પ્રવાહ અથવા વસ્તુઓની અછત ફુગાવાનું કારણ બને છે. જો માંગ ઓછી હોય અને પુરવઠો વધારે હોય તો ફુગાવો ઓછો રહેશે.

RBI કેવી રીતે મોંઘવારીને અંકુશમાં રાખે છે.
ફુગાવાને ઘટાડવા માટે બજારમાં વધુ પડતી લિક્વિડિટીને ઘટાડવામાં આવે છે. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) રેપો રેટમાં વધારો કરે છે. વધતી મોંધવારીથી ચિંતિત RBI હાલમાં જ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 4.90% થી વધીને 5.40% થઈ ગયો છે.

CPI શું છે?
વિશ્વભરની ઘણી અર્થવ્યવસ્થાઓ ફુગાવાને માપવા માટે WPI (Wholesale Price Index) ને આધાર માને છે. ભારતમાં આવું થતું નથી. આપણા દેશમાં, WPIની સાથે, CPIને પણ ફુગાવાને ચકાસવા માટેના માપદંડ તરીકે ગણવામાં આવે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય અને ધિરાણ સંબંધિત નીતિઓ
​​​​​​​
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય અને ધિરાણ સંબંધિત નીતિઓ નક્કી કરવા માટે જથ્થાબંધ ભાવને નહીં પરંતુ છૂટક ફુગાવાને, મુખ્ય ધોરણ (મેન સ્ટેન્ડર્ડ) તરીકે માને છે. WPI અને CPI અર્થતંત્રની પ્રકૃતિમાં એકબીજાને પ્રભાવિત કરે છે. આ રીતે WPI વધશે એટલે CPI પણ વધશે.

છૂટક ફુગાવાનો દર કેવી રીતે નક્કી થાય છે
ક્રૂડ ઓઈલ, કોમોડિટીની કિંમતો, ઉત્પાદન ખર્ચની સાથે અન્ય ઘણી બાબતો છે જે છૂટક ફુગાવાના દરને નક્કી કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લગભગ 299 વસ્તુઓના ભાવના આધારે છૂટક ફુગાવાનો દર નક્કી કરવામાં આવે છે.

IIPમાં વૃદ્ધિ
સ્ટેટિક્સ મિનિસ્ટ્રી જુલાઈના ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન ડેટા આજે સાંજે 5.30 વાગ્યે જાહેર કરશે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (IIP) જુલાઈમાં ઘટીને 4.1% થઇ શકે છે, જે જૂનમાં 12.3% હતો.

અન્ય સમાચારો પણ છે...