તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્પોરેટ પરિણામ - 2020:મારૂતિનો Q4 નફો 29 ટકા ઘટ્યો, 60 રૂપિયા ડિવિડન્ડ

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશની ટોચની કાર ઉત્પાદક મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ માર્ચ-20ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 28 ટકા ઘટાડા સાથે રૂ. 1291.70 કરોડ (રૂ. 1795.60 કરોડ) નોંધાવ્યો છએ. કંપનીની કુલ આવકો પણ 15.19% ઘટી રૂ. 18198.70 કરોડ (રૂ. 21459.40 કરોડ) થઇ છે. કંપનીએ શેરદીઠ રૂ. 60 ડિવિડન્ડની ભલામણ કરી છે. 
નીચાં વાહન વેચાણ અને ઊંચા વેચાણ પ્રમોશન ખર્ચના કારણે કંપનીનો નફો ઘટ્યો હોવાનું કારણ કંપનીએ રજૂ કર્યું છે. જોકે, કાર્યકારી ખર્ચાઓ, કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડા સહિતના પ્રયાસોના કારણે કંપનીએ તેને સરભર કરવા કોશિશ કરી છે. કંપનીના વેચાણો Q4માં 16 ટકા ઘટી 3.60 લાખ યુનિટ્સ નોંધાયા છે.
કોટક બેન્કનો Q4 નફો 4 ટકા ઘટ્યો
કોટક મહિન્દ્રા બેન્કનો Q4 કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 4 ટકા ઘટી રૂ. 1951.82 કરોડ (રૂ. 2038.27 કરોડ) થયો છે. કુલ આવકો પણ ઘટી રૂ. 12084.71 કરોડ (રૂ. 138223.33 કરોડ) થઇ છે. સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 10 ટકા ઘટી રૂ. 1267 કરોડ (રૂ. 1408 કરોડ) થયો છે. જ્યારે આવકો વધી રૂ. 8294.07 કરોડ (રૂ. 7672.56 કરોડ) થઇ છે. બેન્કની ગ્રોસ એનપીએ 2.25 ટકા (2.14 ટકા) થઇ છે. નેટ એનપીએ ઘટી 0.71 ટકા (0.75 ટકા) થઇ છે. બેન્કના ધિરાણો 7 ટકા વધી રૂ. 219748 કરોડ (રૂ. 205695 કરોડ) નોંધાયા છે.
સિન્જેન ઇન્ટર.નો Q4 નફો 20% વધ્યો
સિન્જેન ઇન્ટરનેશનલનો Q4 ચોખ્ખો નફો 20 ટકા વધી રૂ. 120 કરોડ (રૂ. 100 કરોડ) અને આવકો વધી રૂ. 628 કરોડ (રૂ. 555 કરોડ) થઇ છે. સમગ્ર વર્ષ માટે ચોખ્ખો નફો રૂ. 412 કરોડ (રૂ. 332 કરોડ) અને આવકો રૂ. 2094 કરોડ (રૂ. 1901 કરોડ) થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો