કારની કિંમતમાં વધારો:મારુતિની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ખિસ્સું કરવું પડશે ખાલી, બધા જ મોડલમાં થયો 1.3%નો ભાવ વધારો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારુતિની કારમાં 1.3%નો ભાવવધારો

નાણાકીય વર્ષની શરૂઆત થતાં જ મોંઘવારીએ માઝા મૂકી છે. એપ્રિલ 2022થી વાહન બનાવનારી કંપનીઓમાં ભાવ વધારવાની સ્પર્ધા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પણ ભાવ વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. આજથી એટલે કે 18 એપ્રિલથી મારુતિ સુઝુકીની કાર ખરીદવાનું મોંઘુ થઇ ગયું છે. કંપનીએ ભાવ વધવા પાછળનું કારણ ઇનપુટ કોસ્ટને ગણાવી છે. કંપનીએ જણાવ્યું હતું કે, 18 એપ્રિલથી બધા જ મોડેલ પર 1.3 %નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 6 એપ્રિલે મારુતિ સુઝુકીએ ભાવ વધારો કરવાની જાહેરાત કરી હતી. તો 1 એપ્રિલથી BMW, ઓડી, ટોયોટાએપણ ભાવ વધારો કરી દીધો છે. તો બીજી તરફ ટાટા મોર્ટસે પણ કોમર્શિયલ વાહનમાં 2.5 ટકાનો ભાવ વધારો કર્યો છે.

મોડેલના આધારે વાહનની કિંમતોમાં વધારો
મારુતિ સુઝુકી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, વિવિધ ખર્ચમાં વધારાને કારણે કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની આ મહિને વાહનોની કિંમતમાં વધારો કરશે. મોડલના આધારે વાહનોની કિંમતોમાં વધારો કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે છેલ્લા એક વર્ષમાં વિવિધ ઈનપુટ ખર્ચમાં થયેલો વધારો કંપનીના માર્જિન પર અસર કરી રહ્યો છે. કંપનીએ હવે ખર્ચમાં વધારાના કારણે ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે.

1 એપ્રિલે ઘણી કંપનીએ ભાવમાં કર્યો છે વધારો
1 એપ્રિલથી ઘણી કાર કંપનીએ ભાવમાં વધારો કર્યો છે. ઓટો કંપનીઓનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં કોમોડિટીના ભાવમાં વધારાને કારણે ઈનપુટ કોસ્ટમાં વધારો થયો છે. જેના કારણે કંપનીઓએ પ્રોડક્ટની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે.
ટોયોટા કિર્લોસ્કર મોટરે તમામ ઉત્પાદનોની કિંમતોમાં 4% સુધીનો વધારો કર્યો છે. BMW અને Audi કાર પણ 3.5% મોંઘી થઈ છે. મર્સિડીઝે પણ 1 એપ્રિલથી કિંમતમાં 3%નો વધારો કર્યો છે. જ્યારે, ટાટા મોટર્સે તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં 2.5% સુધીનો વધારો કર્યો છે.