તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Maruti Suzuki, Tata Motors And Ford Gujarat Will Shut Down Plants Across The Country For 3 To 10 Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ ઇમ્પેક્ટ:મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને ફોર્ડ ગુજરાત સહિત દેશભરના પ્લાન્ટ્સ 3થી 10 દિવસ માટે બંધ રાખશે

અમદાવાદ15 દિવસ પહેલા
ટાટા મોટર્સ સાણંદ પ્લાન્ટ (ફાઇલ ફોટો).
 • મારુતિ સુઝુકી તેના પ્લાન્ટનનો ઓક્સિજન મેડિકલ વપરાશ માટે આપશે
 • ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકીના પ્લાન્ટ તેમજ ઓફિસો 1 મેથી બંધ રહેશે

કોવિડની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કારનું ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપનીઓ ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી અને ફોર્ડ ઈન્ડિયાએ 1 મેથી ગુજરાત સહિત પોતાના પ્લાન્ટમાં ઉત્પાદન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કંપની સૂત્રોના જણાવ્યા પ્રમાણે કર્મચારીઓ અને વર્કર્સ સહિતના સ્ટાફની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મારુતિ પોતાનો ઓક્સિજન મેડિકલ વપરાશ માટે આપશે
મારુતિ સુઝુકીના પ્રવક્તાએ જણાવ્યું કે, સામાન્ય રીતે અમારું મેન્ટેનેન્સ શટડાઉન જૂનમાં હોય છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી અને આને મે મહિનામાં શેડ્યૂલ કર્યું છે અને આથી 1થી 9 મે સુધી અમારા ગુજરાત પ્લાન્ટ સહિત દેશના અન્ય પ્લાન્ટ્સ પણ બંધ રાખીશું. અમે કાર ઉત્પાદન માટે જે ઓક્સિજન વાપરીએ છીએ તેને આ દિવસો દરમિયાન મેડિકલ વપરાશ માટે આપવાનો નિર્ણય કર્યો છે.

મારુતિ સુઝુકી ગુજરાતમાં 7.5 લાખ ગાડીઓનું ઉત્પાદન કરે છે. જ્યારે હરિયાણા માનેસર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 8.8 લાખ અને ગુરુગ્રામમાં 7 લાખ કારની પ્રોડક્શન કેપેસિટી છે (ફાઇલ ફોટો).
મારુતિ સુઝુકી ગુજરાતમાં 7.5 લાખ ગાડીઓનું ઉત્પાદન કરે છે. જ્યારે હરિયાણા માનેસર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 8.8 લાખ અને ગુરુગ્રામમાં 7 લાખ કારની પ્રોડક્શન કેપેસિટી છે (ફાઇલ ફોટો).

ટાટા મોટર્સ 3 દિવસ માટે બંધ રહેશે
ટાટા મોટર્સના સ્પોક્સપર્સને એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, આગામી 1થી 3 મે દરમિયાન ગુજરાતમાં સાણંદ સહિત કંપનીના તમામ પ્લાન્ટ્સ અને ઓફિસો બંધ રહેશે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નિર્ણય કર્યો છે. ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 2.5 લાખ કારની છે.

ફોર્ડનો પ્લાન્ટ 10 મે સુધી બંધ રહેશે
ફોર્ડ મોટરના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે કંપનીનો સાણંદ પ્લાન્ટ આગામી 10 મે સુધી બંધ રાખવામાં આવશે. કોવિડના વધતાં કેસ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે કર્મચારીઓ અને સ્ટાફના સ્વાસ્થ્યના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો