તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Market Cap Of Reliance Industries Increased By Rs 1.85 Lakh Crore During A Week, Share Gained By 10.55%

RIL:રિટેલમાં રોકાણ આવવાની સંભાવનાએ એક સપ્તાહમાં રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 1.85 લાખ કરોડ વધ્યું, શેરના ભાવ 10.55% વધ્યા

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિલાયન્સ રિટેલમાં ઇન્વેસ્ટમેન્ટ આવવાની વાતથી RILના શેરમાં આકર્ષણ વધ્યું
  • સોમવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 26 હજાર કરોડનો વધારો થયો

રિલાયન્સના રીટેલ બિઝનેસમાં વિદેશી રોકાણ આવવાની વાતથી છેલ્લા એક સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં રોકાણકારોનો રસ વધ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં કંપનીની માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ. 1.85 લાખ કરોડનો વધારો થયો છે. 7 સપ્ટેમ્બરે રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 13.71 લાખ કરોડ હતું જે આજે 14 સપ્ટેમ્બરે રૂ. 15.56 લાખ કરોડ થયું હતું. આજના દિવસે જ કંપનીના માર્કેટ કેપમાં રૂ. 26 હજાર કરોડનો વધારો થયો છે.

રિલાયન્સ રિટેલમાં રોકાણ આવવાની વાતથી શેરમાં આકર્ષણ વધ્યું
બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ચાલુ મહિનાની શરૂઆતથી જ રિલાયન્સ રિટેલમાં રોકાણ આવવાના અને તેના માટે અલગ અલગ રોકાણકારો સાથે વાત ચાલતી હોવાના સમાચારો વચ્ચે 9 સપ્ટેમ્બરે અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સિલ્વર લેકે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)માં રૂ. 7,500 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. કાર્લાઈલ ગ્રુપ પણ રિલાયન્સમાં રૂ. 15,000 કરોડનું રોકાણ કરશે તેવી વાતો પણ મળી રહી છે. આ બધા વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર તરફ રોકાણકારોનો રસ વધ્યો છે.

એક સપ્તાહમાં શેરના ભાવમાં રૂ. 220નો વધારો
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઉપર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરના ભાવમાં એક સપ્તાહ દરમિયાન રૂ. 220નો વધારો થયો છે. 7 સપ્ટેમ્બરે RILના શેરનો ભાવ રૂ. 2,082.45 હતો જે સપ્તાહ દરમિયાન 10.55% વધીને 14 સપ્ટેમ્બરે રૂ. 2,302.35 ઉપર બંધ આવ્યો હતો. આજના દિવસે ટ્રેડિંગ સમયમાં કંપનીનો શેર વધીને રૂ. 2,360 થયો હતો.

રિલાયન્સના શેરમાં એક સપ્તાહમાં થયેલી મૂવમેન્ટ

તારીખભાવ (રૂ. પ્રતિ શેર)
7 સપ્ટેમ્બર2082.4
8 સપ્ટેમ્બર2107.05
9 સપ્ટેમ્બર2161.25
10 સપ્ટેમ્બર2314.65
11 સપ્ટેમ્બર2318.85
14 સપ્ટેમ્બર2302.35

સોર્સ: HDFC સિક્યોરિટીઝ

રિલાયન્સ રિટેલમાં રોકાણ આવવાની શરૂઆત થઇ
જિયો પ્લેટફોર્મ્સ બાદ હવે રિલાયન્સ રિટેલમાં વિદેશી રોકાણ આવવાની શરૂઆત થઇ છે. ગત 9 સપ્ટેમ્બરના રોજ સિલ્વર લેકે RRVLમાં રૂ. 7,500 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ દિવસે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 14.23 લાખ કરોડ હતું જે 10 સપ્ટેમ્બરે રૂ. 1.03 લાખ કરોડ વધીને પહેલી વાર રૂ. 15 લાખ કરોડને પાર ગયું હતું. કોઈ પણ ભારતીય કંપનીનું માર્કેટ કેપ આ સ્તરે પહોચ્યું હોય તેવું પહેલી વાર થયું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો