ફેસબુકનો શેર 5% તૂટ્યો:ચીનના 13 વર્ષના છોકરાએ વોટ્સએપ, FB અને ઈન્સ્ટાગ્રામને હેક કર્યું, માર્ક ઝકરબર્ગને રૂ. 52 હજાર કરોડનું નુકસાન

19 દિવસ પહેલા
  • અમેરિકાના શેરબજારમાં ફેસબુકના શેરમાં જોરદાર વેચવાલી શરૂ થઈ
  • અબજપતિઓના લિસ્ટમાં તે એક ક્રમ નીચે આવી ગયા

સોમવારે વિશ્વમાં ઘણા કલાકો સુધી ફેસબુકની તમામ સર્વિસ ડાઉન રહી. ફેસબુકની સર્વિસ સિવાય ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, અમેરિકાની ટેલિકોમ કંપનીઓ, જેવી કે Verizon, At&t અને T Mobileની સર્વિસ કલાકો સુધી બંધ રહી. ફેસબુકના ડાઉન થવાને કારણે કો-ફાઉન્ડર અને CEO માર્ક ઝકરબર્ગને વ્યક્તિગતરૂપથી પણ ભારે નુકસાન થયું છે. તેમની નેટવર્થમાં થોડા કલાકોમાં લગભગ 7 અબજ ડોલર(52,212 કરોડ રૂપિયા)નો ઘટાડો નોંધાયો અને તેઓ અબજપતિઓના લિસ્ટમાં એક ક્રમ નીચે આવી ગયા. આમાં ચોકાવનાર ખુલાસો એ થયો છે કે ચીનના 13 વર્ષના હેકરે વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને હેક કર્યું હતું. આ હેકરનું નામ સન જીસુ છે. રોઈટર્સના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

બિલિયોનેર ઈન્ડેક્સમાં 5મા સ્થાન પર પહોંચ્યા ઝકરબર્ગ
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના જણાવ્યા મુજબ, એને કારણે તેમની નેટવર્થ ઘટીને 122 અબજ ડોલર રહી ગઈ અને બિલ ગેટ્સ નીચે 5મા ક્રમે આવી ગયા. પહેલાં તેઓ આ લિસ્ટમાં ચોથા ક્રમે હતા. આ વર્ષે 13 સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં તેમની નેટવર્થમાં 19 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે.

ફેસબુકનો શેર 5 ટકા તૂટ્યો
આ દરમિયાન અમેરિકાના શેરબજારમાં ફેસબુકના શેરમાં જોરદાર વેચવાલી શરૂ થઈ અને એક દિવસમાં જ શેરની કિંમતમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે. મધ્ય સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં આ શેર 15 ટકા તૂટ્યો છે.

6 કલાક ડાઉન રહી એપ
ભારતીય સમય અનુસાર, સોમવારે રાતે 10 વાગ્યાની આસપાસ વિશ્વમાં ફેસબુકની તમામ સર્વિસ ડાઉન હતી. ફેસબુકની સર્વિસ સિવાય ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, અમેરિકાની ટેલિકોમ કંપનીઓ, જેવી કે Verizon, At&t અને T Mobileની સર્વિસ કલાકો સુધી ઠપ રહી. જોકે લગભગ 6 કલાક સુધી ડાઉન રહ્યા પછી આ એપ્સે ફરીથી આંશિક રૂપથી કામ કરવાનું શરૂ કર્યું છે.

અસુવિધા બદલ દુઃખઃ ઝકરબર્ગ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને મેસેન્જર ફરીથી શરૂ થઈ ગયાં છે. અસુવિધા બદલ દુઃખ છે. મને ખ્યાલ છે કે જે લોકો અમારી સાથે જોડાયેલા છે તેઓ અમારી સર્વિસ પર કેટલો ભરોસો કરે છે.

1 કરોડથી વધુ યુઝર્સે કરી હતી ફરિયાદ
આઉટેજની સમસ્યા ઘણા કલાકો વીતી જવા છતાં ચાલુ રહી, એવામાં લોકો મેસેજ મોકલી શકતા નહોતા કે રિસીવ પણ કરી શકતા નહોતા. ઉલ્લેખનીય છે કે કંપનીનું સર્વર ડાઉન થવાને કારણે આ સમસ્યા આવી હતી. આઉટેજ ટ્રેકિંગ કંપની owndetector.comના જણાવ્યા મુજબ, વિશ્વમાં 1.06 કરોડ યુઝર્સે સર્વિસ બંધ થવાની ફરિયાદ નોંધાવી હતી.

કેટલાક લોકોએ ઝકરબર્ગનાં મીમ્સ શેર કર્યાં

અન્ય સમાચારો પણ છે...