• Gujarati News
  • Business
  • Margins Of The IT Industry Fell To 23 Percent, The Lowest In A Decade Due To Rising Costs

ટ્રેન્ડ:ખર્ચ વધવાથી આઇટી ઇન્ડસ્ટ્રીનું માર્જિન એક દાયકામાં સૌથી ઓછું 23 ટકા સુધી જ નોંધાયું

બેંગ્લુરુ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોવિડ મહામારી શરૂ થયાના ઠીક બાદ માર્ચ 2020ના ત્રિમાસિક ગાળાથી આઇટી ઇન્ડસ્ટ્રીમાં શરૂ થયેલું માર્જીન અને નફામાં ઉછાળનો સિલસિલો હવે થંભી ગયો છે. આવકના એક મોટા હિસ્સા માટે નિકાસ પર નિર્ભર આઇટી સર્વિસીઝ ઇન્ડસ્ટ્રીનું માર્જીન જૂન ત્રિમાસિકમાં ઘટીને 23.2% રહ્યું છે, જે ગત એક દાયકામાં સૌથી ઓછું છે. નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આઇટી ઇન્ડસ્ટ્રીનું પેરેન્ટિંગ માર્જીન સાત વર્ષના ઉચ્ચ સ્તર 28.8% પર પહોંચ્યું હતું.

વાસ્તવમાં છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળાથી આઇટી કંપનીઓનો સંચાલન ખર્ચ ઝડપી વધી રહ્યો છે. સ્થિતિ એ છે કે, નાસ્કોમ અનુસાર, હવે ઇન્ડસ્ટ્રીની અંદાજે બે તૃતીયાંશ આવક માત્ર કર્મચારીના સેલેરી પેકેજ પાછળ ખર્ચ થઇ રહી છે. જેની સીધી અસર કંપનીઓના માર્જિન પર જોવા મળી રહી છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2021 ત્રિમાસિક બાદ આઇટી કંપનીઓનું માર્જિન સતત ઘટી રહ્યું છે.

જો કે હાલના ત્રિમાસિક ગાળામાં જોવા મળેલો ઘટાડો વધારે છે. માર્જીન ઘટવા છતાં આ દરમિયાન કંપનીઓની આવકમાં 10 ટકા જેટલો વધારો થયો છે. તે ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશની 17 લિસ્ટેડ આઇટી કંપનીઓનો ઓપરેટિંગ નફો પણ વાર્ષિક સ્તરે 3 ટકા વધીને 37,416 કરોડ રૂપિયા રહ્યો છે. તે ગત 18 ત્રિમાસિક ગાળા દરમિયાન આઇટી ઇન્ડસ્ટ્રી નફામાં સૌથી ઓછી વૃદ્વિ છે. તેના મુકાબલે ગત વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ કંપનીઓના ઓપરેટિંગ નફામાં 21.5 ટકાની વૃદ્વિ નોંધાઇ હતી.

ગત ત્રિમાસિક ગાળામાં માર્જિન 3.60% ઘટ્યું
વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં વાર્ષિક સ્તરે આઇટી ઇન્ડસ્ટ્રીના માર્જીનમાં 3.60%નો ઘટાડો થયો છે. ક્વાર્ટર પ્રમાણે પણ માર્જીન 1.90% ઘટ્યું છે. જેની અસર કંપનીઓના નફા પર પડી છે, જેને કારણે રોકાણકારોનો ભરોસો ઘટતા આઇટી શેર્સમાં વેચવાલી થવા લાગી છે.

ચોખ્ખો નફો 0.1% વધ્યો, 5 વર્ષમાં સૌથી ઓછો
જૂન ત્રિમાસિક ગાળામાં ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા સહિત કુલ 17 લિસ્ટેડ આઇટી કંપનીનો કુલ ચોખ્ખો નફો વાર્ષિક સ્તરે માત્ર 0.1% વધીને 23,696 કરોડ રૂપિયા રહ્યો. જે ગત પાંચ વર્ષમાં સૌથી ઓછી વૃદ્વિ ગણાવી શકાય. આ દરમિયાન ત્રિમાસિક ગાળાના સ્તરે પણ આ કંપનીઓના નફામાં 8.3%નો ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...