છેલ્લા ઘણા સમયથી ભારતમાં ટ્વિટર યુઝર્સ બ્લૂ ટિક માટે ચાર્જને લઈને અનેક અટકળો હતી. ભારતમાં કેટલાક ટ્વિટર યુઝર્સે ગુરુવારે રાત્રે બ્લૂ સબ્સ્ક્રિપ્શન માટે Apple એપ સ્ટોર પર પોપ-અપ મળ્યું હતું, જેમાં ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શનની માસિક કિંમત 719 રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે કિંમત હજુ સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી. ટ્વિટર યુઝર્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આ કિંમત અમેરિકામાં વસૂલવામાં આવે છે એના કરતાં પણ વધુ છે.
અમેરિકામાં બ્લૂ ટિક સબ્સ્ક્રિપ્શનની કિંમત રૂ. 660
ઈલોન મસ્કે અમેરિકામાં ટ્વિટર બ્લૂ ટિકની કિંમત લગભગ રૂ. 660 રાખી છે. ઈલોને જાહેરાત કરી ત્યારે જ જણાવ્યું હતું કે એની કિંમત વિવિધ દેશોમાં એની ખરીદશક્તિ અનુસાર હશે. આ સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે આ સેવા ભારતમાં 150-200 રૂપિયામાં શરૂ થઈ શકે છે, પરંતુ જો એપલ એપ સ્ટોર પર 719 રૂપિયાની આ કિંમતની વાત માનવામાં આવે તો ભારતીય યુઝર્સની ખરીદશક્તિ એના કરતાં ઘણી વધુ છે.
યુઝર્સને અનેક સવાલો
719 રૂપિયાના પોપ-અપ સામે આવ્યા બાદ હવે ટ્વિટર યુઝર્સ મસ્કને સવાલો પૂછી રહ્યા છે. મસ્ક મેલન નામના ટ્વિટર યુઝરે મસ્કને કહ્યું- તમે કહ્યું હતું કે ટ્વિટર બ્લૂ ટિકની કિંમત દેશની ખરીદશક્તિ અનુસાર હશે, તો પછી અમેરિકા કરતાં ભારતમાં કેમ મોંઘું છે? એ જ સમયે લિજેન્ડ આયુષ નામના યુઝરે @elonmusk લખ્યું કે ભારતમાં ટ્વિટર બ્લૂ ટિકની કિંમત 719 રૂપિયા ફાઇનલ છે કે એમાં ફેરફાર થશે?
બધા જ યુઝર્સ પાસેથી પણ વસૂલવામાં આવી શકે છે ફી
થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે મસ્ક માત્ર બ્લૂ સબ્સ્ક્રિપ્શન માટે જ નહીં, પરંતુ ટ્વિટરનો ઉપયોગ કરવા માટે તમામ યુઝર્સ પાસેથી ચાર્જ લઈ શકે છે. પ્લેટફોર્મરના એક રિપોર્ટ અનુસાર, મસ્કે તાજેતરની મીટિંગમાં કર્મચારીઓ સાથે આ વિચારની ચર્ચા કરી હતી. મસ્કની યોજના એ છે કે યુઝર્સને મફતમાં મર્યાદિત સમયની ઍક્સેસ મળે છે. આ પછી તમારે ચાર્જ આપવો પડશે.
બ્લૂ ટિક સ્બ્સ્ક્રિપ્શનથી યુઝર્સને શું ફાયદો મળશે?
પેઇડ સબ્સ્ક્રિપ્શન લેનારાઓને 5 પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે
હવે બ્લૂ ટિક કેવી રીતે મેળવવું?
હવે કોઈ ફી લેવામાં આવતી નથી. કંપનીની નિર્ધારિત પ્રક્રિયા બાદ યુઝર્સને બ્લૂ ટિક આપવામાં આવે છે. કોઈપણ યુઝર્સના પ્રોફાઇલ પર આ ટિક છે, એનો અર્થ એ છે કે એકાઉન્ટ વેરિફાઈડ છે.
કંપનીને રોજનું 32 કરોડનું નુકસાન
ટ્વિટરને નફા થાય એ માટે ઇલોન મસ્ક તેમાં ઘણા ફેરફાર કરી રહ્યા છે. કોસ્ટ કટિંગ માટે તેણે લગભગ અડધા કર્મચારીઓની છટણી કરી છે. છટણી પછી મસ્કે કહ્યું હતું કે 'જ્યારે કંપની દરરોજ $ 4 મિલિયન (રૂ. 32.77 કરોડ) ગુમાવી રહી છે, ત્યારે અમારી પાસે કર્મચારીઓને છટણી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.