ભારતમાં લક્ઝરી ચીજોની ખરીદીની ક્ષમતા સતત વધી રહી છે. આ બાબતની નોંધ લઇને દુનિયાની લક્ઝરી બ્રાન્ડ કંપનીઓ ભારત આવી રહી છે. કેટલીક બ્રાન્ડ કંપનીઓ આ વર્ષે ભારતમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. કેટલીક બ્રાન્ડ કંપનીઓ ભારતમાં તેના ફેલાવાને વધારવાની યોજના બનાવી રહી છે. ઇટાલીની ફેશન બ્રાન્ડ ‘વેલેન્ટિનો’, પેરિસના ડિપાર્ટમેન્ટલ સ્ટોર ‘લફાયેત’ અને કેનેડાની કોફી ચેન ટીમ ‘હોર્ટન્સ’ પણ ભારતમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આના માટેનું સૌથી મોટું કારણ એ છે કે ભારતીયો વચ્ચે એપરલ , એક્સેસરીઝ, ફૂડ, ડ્રિન્ક તમામ સેગમેન્ટમાં પ્રીમિયમ શબ્દ પર ખાસ ભાર મૂકવામાં આવે છે.
આને ધ્યાનમાં લઇને કેનેડાની કોફી ચેન ‘ટિમ હોર્ટન્સ’એ ભારતમાં આગમન કરી દીધું છે. કંપની ભારતમાં ત્રણ વર્ષમાં 300 કરોડના રોકાણ સાથે 120 સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે. સપ્ટેમ્બર 2022માં અમેરિકન ક્લોથ-બ્યૂટી રિટેલર ‘વિક્યોરિયાઝ સિક્રેટ’એ મુંબઇમાં પ્રથમ સ્ટોરની શરૂઆત કરી હતી. આ વર્ષે બેંગ્લુરુમાં બે અન્ય સ્ટોર ખોલવાની તેની યોજના છે. ઇટાલીની લક્ઝરી ફેશન બ્રાન્ડ ‘વેલેન્ટીનો’એ ગયા વર્ષે દિલ્હીમાં સ્ટોરની શરૂઆત કરી હતી. ટૂંકમાં જ તે મુંબઇમાં પણ સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે. આવી જ રીતે પેરિસના લક્ઝરી ડિપાર્ટમેન્ટલ સ્ટોર ‘લફાયેત’ 2024માં મુંબઇ અને 2025માં દિલ્હીમાં સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે.
બિઝનેસ સ્ટ્રેટજિસ્ટ લોયડ મેથિયાસ કહે છે કે ગેપ, વિક્ટોરિયાઝ સિક્રેટ, પ્રેટ અને બલનેસિઆગા જેવી મોટી વિદેશી બ્રાન્ડ ધરાવતી કંપનીઓએ એવા સમયમાં ભારતમાં પગ મૂક્યો છે, જ્યારે દુનિયાભરમાં લોકો જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મોંઘવારીની વૈશ્વિક સ્તર પર ઘેરી અસર થઇ છે. પશ્ચિમી દેશોનાં બજારોની સરખામણીમાં ભારતમાં બજારોની સ્થિતિ સારી છે. આ જ કારણસર વૈશ્વિક બ્રાન્ડ કંપનીઓને ભારતમાં લક્ઝરી રિટેલ સેગમેન્ટમાં બિઝનેસની સંભાવના દેખાઇ રહી છે. કેટલીક ગ્લોબલ હાઇએન્ડ અને રિટેલ ફેશન બ્રાન્ડ ભારતીય બજારને આગામી ડેસ્ટિનેશન માને છે. કોરોનાના કારણે ચીનની આર્થિક ગ્રોથ ધીમો પડી ગયો છે. યુરોપનાં બજારોમાં વેચાણ વધવાની ખાસ શક્યતા દેખાતી નથી. વસતી પણ વૃદ્ધ થઇ રહી છે. આવી સ્થિતિમાં ભારતમાં ગ્લોબલ લક્ઝરી રિટેલ સેગમેન્ટમાં વેચાણની શક્યતા છે. ભારતમાં યુવાનોની આવક વધી રહી છે. ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે જેથી આગામી એક દશકમાં કેટલીક ગ્લોબલ બ્રાન્ડ ભારતમાં એન્ટ્રી કરે તેવી શક્યતા છે.
ભારતમાં લક્ઝરી માર્કેટમાં ફેરફારો
મોટી બ્રાન્ડની એન્ટ્રીનાં કારણો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.