• Gujarati News
  • Business
  • Many Governments Are Approaching Us For Infrastructure Development In Their Country: Gautam Adani

AGM:ઘણી સરકારો તેમના દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે અમારો સંપર્ક કરી રહી છે: ગૌતમ અદાણી

અમદાવાદ24 દિવસ પહેલા
  • અદાણી ગ્રૂપનું સંયુક્ત રીતે માર્કેટ કેપ 200 અબજ ડોલરને પાર
  • આ વર્ષે અદાણી ગ્રુપ ભારતની બહાર વ્યાપક વિસ્તરણ કરશે

આજે 26 જુલાઇએ અદાણી સમૂહની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. આ તકે શેરધારકોને સંબોધતા ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અમારી વૃદ્ધિ અને સફળતાને સમગ્ર વિશ્વએ નોંધ લીધી છે. હવે કેટલીક વિદેશી સરકારો તેઓના ભૌગોલિક વિસ્તારોમાં કામ કરવા અને તેમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરવા માટે અમારી પાસે આવી રહી છે. તેથી 2022માં અમે ભારતની સરહદ પાર વ્યાપક વિસ્તરણ મેળવવાનો પાયો પણ નાખ્યો છે. તેમણે કહ્યું કે આ વર્ષે ગ્રૂપનું સયુક્ત માર્કેટ કેપ 200 અબજ ડોલર (આશરે રૂ. 16 લાખ કરોડ)ને પાર પહોંચી ગયું છે.

ભારત ઉદ્યોગ સાહસિકો માટેનો દેશ
અદાણીએ પોતાની સ્પીચમાં કહ્યું કે માંરૂ હમેશાથી માનવું છે કે ભારત ઉદ્યોગ સાહસિક માટે શીખવા, વિકાસ કરવા અને આગળ વધવા માટે સૌથી મહાન દેશ છે. હું યુવાનોમાં આપણું આર્થિક કદ તેમજ વૈશ્વિક બાબતોમાં પાયાના બળ તરીકે આપણો મોભો પાછો મેળવવા માટે એક વાસ્તવિક સારથિ તરીકે જોઉં છું. ભારતની મધ્યમ વર્ગીય પોપ્યુલેશન જ તેની તાકાત છે. આ વર્ગ સૌથી મોટો કન્ઝ્યુમર છે અને તેમના થકી ભારતના આર્થિક વિકાસ પર નોંધપાત્ર હકારાત્મક અસર પડશે. યુવાનો વધુ સારી રીતે પ્રશિક્ષિત, શિક્ષિત, તંદુરસ્ત અને તકનીકી રીતે સક્ષમ બની રહ્યા છે. મને કોઈ શંકા નથી કે આવનારો દાયકો આપણી આ તાકતનો છે.

શેરધારકોને સંબોધતા ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી.
શેરધારકોને સંબોધતા ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી.

ગ્રુપ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણકાર તરીકે વિકસી રહ્યું છે
ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અમે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના નિર્માણકાર તરીકે વિકાસ કરી રહ્યા છીએ, બંદરો, લોજિસ્ટિક્સ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, સિટી ગેસ અને પાઇપ્ડ નેચરલ ગેસ જેવા વ્યવસાયમાં પહેલેથી જ અમે નોંધપાત્ર બજાર હિસ્સો વધારતા રહ્યા છીએ. અદાણી વિલ્મરના અમારા સફળ IPOએ અમને દેશની સૌથી મોટી FMCG કંપની બનાવી છે અને ભારતમાં હોલ્સિમની મિલ્કતો ACC અને અંબુજા સિમેન્ટ્સના સંપાદનથી અમે દેશના બીજા નંબરના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક છીએ. ડેટા સેન્ટર્સ, ડિજિટલ સુપર એપ્સ અને ઔદ્યોગિક ક્લાઉડથી લઈને સંરક્ષણ અને એરોસ્પેસ, ધાતુઓ અને સામગ્રી સુધીના ક્ષેત્રોમાં પણ પ્રવેશ કર્યો છે આ તમામ ભારત સરકારના આત્મનિર્ભર વિઝન સાથે જોડાયેલા છે.

2021-22 અદાણી સમૂહ માટે બીજું બ્રેકઆઉટ વર્ષ હતું
અદાણીએ કહ્યું કે અમારા માટે 2021-22નું વર્ષ બીજું બ્રેકઆઉટ વર્ષ હતું. અમે માનીએ છીએ કે અમારું કદ,અમારો વૈવિધ્યસભર વ્યવસાય અને અમારા દેખાવના દરજ્જાનો ટ્રેક રેકોર્ડ બજારની વિવિધ પરિસ્થિતિઓમાં સારો કારોબાર ચાલુ રાખવા માટે અમોને ખૂબ તાકાતવાન બનાવે છે. ભારતના ગ્રીન ટ્રાન્ઝિશનની સુવિધા માટે અમારું 70 અબજ ડોલરનું રોકાણ ભવિષ્યમાં અમારા વિશ્વાસ અને માન્યતાના દર્શનનો શ્રેષ્ઠ પુરાવો છે. રિન્યુએબલ્સમાં અમારી તાકાત ગ્રીન હાઇડ્રોજનને ભવિષ્યનું બળતણ બનાવવાના પ્રયાસમાં આપણને વિશાળ પ્રમાણમાં સશક્ત બનાવશે. એક જ હરણફાળ ભરી અમે ભારતમાં સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બની ગયા છીએ. આજે અમે જે એરપોર્ટનું સંચાલન કરીએ છીએ તેની આસપાસ એરો-ટ્રો-પોલીસ વિકસાવવા અને સ્થાનિક સમુદાય આધારિત આર્થિક કેન્દ્રો બનાવવાના વ્યવસાયો તરફ અમે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...