• Gujarati News
  • Business
  • Many Cryptocurrencies Returned Up To 51,000 Percent Last Year, While Bitcoin Returned 69 Percent Last Year.

ભાસ્કર ખાસ:અનેક ક્રિપ્ટો કરન્સીએ ગત વર્ષે 51 હજાર ટકા સુધી રિટર્ન આપ્યું, બિટકોઈને ગત વર્ષે 69 ટકા રિટર્ન આપ્યું

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિજિટલ કરન્સીનો વધતો ક્રેઝ, ડિજિટલ કરન્સીના ટ્રેડિંગમાં ગ્રાહકોની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ
  • 2022માં ડોઝકોઈનમાં 130 ટકા ઉછાળો
  • 10 હજાર ટકા સુધી વધ્યો એવરગ્રો કોઈન

ગયા વર્ષે ક્રિપ્ટો માર્કેટમાં ઘણી તેજી જોવા મળી હતી. વિશ્વભરમાં ડિજિટલ ટોકન્સમાં $30 અબજનું રોકાણ થયું હતું અને તેમની કુલ માર્કેટ કેપ $3 લાખ કરોડ સુધી પહોંચી હતી. ગત વર્ષમાં કેટલીક ક્રિપ્ટો કરન્સીએ 51,000 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. વિશ્વની સૌથી જૂની, સૌથી વધુ લોકપ્રિય અને સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈને ગયા વર્ષે 69 ટકા રિટર્ન આપ્યું હતું.

આગામી વર્ષે પણ ક્રિપ્ટો માર્કેટમાં તેજી રહેવાની ધારણા છે. ગત વર્ષની શરૂઆતમાં, બિટકોઈનની કિંમત લગભગ $29,000 હતી જે હવે $46,000ની આસપાસ છે. નવેમ્બરની શરૂઆતમાં તેની કિંમત $69,000ને પાર કરી ગઈ હતી. 13 વર્ષ જૂના બિટકોઈન આજે વિશ્વની સૌથી મોંઘી ક્રિપ્ટોકરન્સી છે. આ વર્ષે તેની કિંમત 34 ટકા વધી શકે છે. પરંતુ ધ ઈન્ડિપેન્ડન્ટના એન્થોની કથબર્ટસન દાવો કરે છે કે તેની કિંમત $100,000ની સપાટી ક્રોસ કરશે. એટલે કે, રોકાણકારો તેમના રોકાણ પર બમણું રિટર્ન મેળવી શકે છે.

ડોઝકોઈન| વિશ્વના સૌથી મોટા ધનિક એલોન મસ્કની મનપસંદ ક્રિપ્ટોકરન્સી ડોઝકોઈન હાલમાં $23 અબજના માર્કેટ કેપ સાથે 12માં ક્રમે છે. મજાકના ભાગરૂપે શરૂઆત થઈ હતી. પરંતુ 2021માં તે $1000 થી વધી $32,000 થયો છે. જો કે આગામીસમયમાં તેમાં તેજી રહેવાની શક્યતા નહિંવત્ત છે, પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે 2022માં તે લગભગ 130 ટકા વધી શકે છે.

ફ્લોકી INU| એવું લાગે છે કે મીમ કોઈન્સનો હેતુ મસ્કનું ધ્યાન ખેંચવાનો છે અને ફ્લોકી તેમાં અપવાદ નથી. ફ્લોકી INUનું નામ મસ્કના કૂતરા શિબા INUના નામ પરથી રાખવામાં આવ્યું હતું અને તેના કારણે તેનું બજાર મૂલ્ય 1 અબજ ડોલર સુધી પહોંચી ગયું હતું. તેની કિંમત 2022માં 120% વધી શકે છે. કેટલાક તો એવો પણ દાવો કરે છે કે આ ક્રિપ્ટો વર્ષના અંત સુધીમાં 650% વળતર આપી શકે છે.

એવરગ્રો | તે 3 મહિના પહેલા લોન્ચ થયો હતો. પરંતુ તેના અધિકારીઓ દાવો કરે છે કે તેમાં 120,000 રોકાણકારો રોકાણ ધરાવે છે. તેનું માર્કેટ કેપ $500 મિલિયન સુધી પહોંચી ગયું છે. કરન્સી તેની તાજેતરની નીચી સપાટીથી 50 ટકા વધી છે. પરંતુ ઘણા વિશ્લેષકો કહે છે કે વર્ષ 2022માં તે 100 ગણો એટલે કે 10,000% વધી શકે છે.

શિબા INU| ગત વર્ષે શિબા INU ટોપ પર્ફોર્મર રહ્યો હતો. મીમ ક્રિપ્ટોકરન્સી શિબા INU એક મજાક તરીકે શરૂઆત થઈ હતી પરંતુ હવે તે મજાક નથી. વર્ષ 2021માં તેની સૌથી વધુ ચર્ચા થઈ હતી. તેણે વિશ્વની સૌથી લોકપ્રિય, સૌથી જૂની અને સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી તરીકે બિટકોઈન અને ઈથેરિયમને પણ પાછળ પાડ્યા છે. રોકાણકારોનું એક વર્ષમાં $100નું રોકાણ $5 કરોડ થયું છે.

અન્ય સમાચારો પણ છે...