ટેસ્લાનું ટેન્શન:ટેસ્લા કાર ભારતમાં લૉન્ચ કરવા અનેક પડકારો: મસ્ક

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં ટેસ્લાના સ્થાપક મસ્કની સ્પષ્ટ વાત

અમેરિકન ઉદ્યોગપતિ અને ટેસ્લા કંપનીના સ્થાપક ઈલોન મસ્કે કહ્યું છે કે ભારતમાં ઈલેક્ટ્રિક કાર બિઝનેસ શરૂ કરવા અંગે અમે અનેક પડકારોનો સામનો કરી રહ્યા છીએ. ભારત સરકારે અમને ટેસ્લા કારનું ઉત્પાદન કરવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ ટેક્સમાં છૂટછાટ મળ્યા પછી તે મુદ્દે વિચાર કરીશું. ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ કંપનીની શરૂઆત ક્યારે થશે એવા સવાલના જવાબમાં તેમણે સોશિયલ મીડિયામાં આ વાત કરી હતી.

મસ્ક છેલ્લા ઘણા સમયથી ભારતમાં કાર ઉત્પાદન માટે ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે હાલમાં જ ઓટોમોબાઈલ સેક્ટરમાં પીએલઆઈ યોજના લૉન્ચ કરી છે. જો ટેસ્લા ભારતમાં તેની ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરશે તો તેને ફાયદો થશે. જોકે, ટેસ્લાની માંગ છે કે તેને કાર ઉત્પાદમાં 100 ટેક્સ ટકા છૂટ મળે.

તેથી ટેસ્લા ઈચ્છે છે કે તેઓ જુદા જુદા સ્પેરપાર્ટ્સ લાવીને ભારતમાં કાર એસેમ્બલ કરે. જોકે, દેશમાં કોઈ વાહન કંપનીને આવી છૂટ નથી અપાઈ. આ સ્થિતિમાં ટેસ્લાને સરકાર આવો કોઈ લાભ અપાશે, તો બીજી કંપનીઓને સારો સંકેત નહીં જાય.

સ્થાનિક કંપનીઓ પણ વિરોધ કરી રહી છે
ટેસ્લા આ વર્ષે ભારતમાં આયાત કરીને ઈલેક્ટ્રિક કાર વેચવા ઈચ્છે છે. આ માટે તેને ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 100 ટકા છૂટ જોઈએ છે. જોકે, આ માંગનો સ્થાનિક ઈલેક્ટ્રિક વ્હિકલ કંપનીઓ ભારે વિરોધ કરી રહી છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ ટેસ્લાને કહ્યું હતું કે, તેઓ ભારતમાં મેડ ઈન ઈન્ડિયા કાર વેચવા પર ધ્યાન આપે, પરંતુ મસ્ક ફેક્ટરી લગાવતા પહેલાં ભારતમાં ટેસ્લા કાર કેવું કામ આપે છે તે જોવા માંગે છે.

અન્ય સમાચારો પણ છે...