વૈશ્વિક સ્તરે આર્થિક સંકટ છતાં દેશમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટરનો ગ્રોથ પોઝિટીવ રહ્યો છે. નવા બિઝનેસ ઓર્ડરમાં વધારો થવાના કારણે ઉત્પાદનમાં ઝડપી વૃદ્ધિ નોંધાઇ છે. જુલાઇ માસમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટરનો ગ્રોથ 8 માસની ઉંચી સપાટીએ પહોંચ્યો હોવાનું માસિક સર્વેમાં દર્શાવાયું છે.
સિઝનલી એડજસ્ટેડ S&P ગ્લોબલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ જૂનમાં 53.9થી વધીને જુલાઈમાં 56.4 પહોંચ્યો છે. જુલાઈના પીએમઆઇ ડેટાએ સતત 13મા મહિને એકંદર ઓપરેટિંગ સ્થિતિમાં સુધારો દર્શાવ્યો હતો. પીએમઆની વ્યાખ્યામાં 50થી ઉપરનો આંક વિસ્તરણ દર્શાવે છે જ્યારે નીચેનો આંક સંકોચન સૂચવે છે.
એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ ખાતે ઇકોનોમિક્સ એસોસિયેટ ડિરેક્ટર પોલિન ડી લિમાએ જણાવ્યું હતું કે ભારતીય મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગે જુલાઈ દરમિયાન ઝડપી આર્થિક વૃદ્ધિ સાથે ફુગાવાની સ્થિતીને નરમ બનાવી હતી. વધુમાં જણાવ્યું કે ઉત્પાદન ગત નવેમ્બરથી સૌથી ઝડપી ગતિએ વિસ્તર્યું છે. ઉત્પાદન સાથે માંગમાં ઉછાળાએ મજબૂતી મેળવી હતી આ તમામ બાબતો છતાં રોજગારીનું સર્જન નીચું હતું.
વ્યવસાયોના માસિક સર્વેક્ષણ પર આધારિત છે જે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં છે. ઉત્પાદન સેક્ટરના ત્રણેય વ્યાપક ક્ષેત્રોમાં ઝડપી વિસ્તરણ સાથે ગત નવેમ્બર પછીનો તાજેતરનો વધારો હકીકતમાં સૌથી વધુ સ્પષ્ટ હતો. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની નક્કર કામગીરી છતાં એકંદરે રોજગારીનું સર્જન નબળું રહ્યું. કંપનીઓએ ઓપરેટિંગ ક્ષમતા પર દબાણના અભાવ વચ્ચે વર્કફોર્સની સંખ્યાને યથાવત રાખવાનું પસંદ કર્યું.
બિઝનેસ સેન્ટિમેન્ટ હજુ સાઇલન્ટ સ્તરે !
જૂનના 27-મહિનાના નીચલા સ્તરેથી સુધારો થયો હોવા છતાં, ઐતિહાસિક ડેટાના સંદર્ભમાં બિઝનેસ સેન્ટિમેન્ટનું એકંદર સ્તર સાયલન્ટ હતું. વાસ્તવમાં 96 ટકા ઉત્પાદકોએ આગામી 12 મહિના દરમિયાન વર્તમાન સ્તરોથી ઉત્પાદનમાં કોઈ ફેરફારની આગાહી કરી નથી.
વ્યાજદરમાં વધારો સેક્ટરની ગતિને અવરોધશે
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત છૂટક ફુગાવો, જે ભારતીય રિઝર્વ બેંક (RBI) તેની નાણાકીય નીતિ પર પહોંચતી વખતે પરિબળ ધરાવે છે, તે જાન્યુઆરી 2022થી 6 ટકાથી ઉપર છે. નિષ્ણાતો માને છે કે ઉચ્ચ રિટેલ ફુગાવાને રોકવા માટે આરબીઆઈ સતત ત્રીજીવાર પોલિસી દરમાં ઓછામાં ઓછો 35 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે.
ઇનપુટ કોસ્ટ જુલાઇમાં 11 માસના તળિયે
અછતની ઘટનાઓ ઘટવા સાથે ઇનપુટ કોસ્ટ ફુગાવાનો દર જુલાઈમાં 11 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો, ત્યારબાદ આઉટપુટ ભાવમાં વધારાના દરને ચાર મહિનામાં સૌથી નબળા સ્તરે રહ્યો છે. કંપનીઓએ ઇનપુટ ખરીદીમાં વધારો કર્યો હતો ત્યારે અનિશ્ચિત દૃષ્ટિકોણ અને ઓપરેટિંગ ક્ષમતાઓ પર દબાણના સામાન્ય અભાવ વચ્ચે નોકરીનું સર્જન નજીવું રહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.