તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેન્યુફેક્ચરિંગ રિકવરીનો માહોલ:મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ માસિક ધોરણે ઘટ્યો, ઉત્પાદન ખર્ચ વધ્યો

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવા ઓર્ડર અને ઉત્પાદનમાં વધારાના પગલે ઓગસ્ટમાં દેશની મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગતિવિધિઓ સ્થિર થઈ છે. સાથે નબળી માગ સામે ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે. મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ માસિક ધોરણે ઘટી છે. આઈએચએસ માર્કિટ ઈન્ડિયાનો મેન્યુફેક્ચરિંગ પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) ઓગસ્ટમાં 52.3 નોંધાયો છે. જે જુલાઈમાં 55.3 હતો.

જો કે, સતત બીજા માસમાં પીએમઆઈ ઈન્ડેક્સ 50થી વધુ રહ્યો છે. કોવિડના કારણે માગ નબળી રહેતાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથનો મોમેન્ટમ નબળો રહ્યો છે. ફેક્ટરીના ઓર્ડર અને ઉત્પાદનો વધ્યા છે. આઈએચએસ માર્કિટના ઈકોનોમિક્સ એસોસિએટ ડિરેક્ટર પોલિયાના ડી લીમાએ જણાવ્યુ હતુ કે, “ઓગસ્ટમાં ભારતીય ઉત્પાદન ક્ષેત્રની રિકવરીનો માહોલ જોવા મળ્યો છે.

પરંતુ રોગચાળાને કારણે માંગમાં નબળાઈના કેટલાક સંકેતો દર્શાવ્યા હોવાથી વૃદ્ધિમાં ઘટાડો થયો છે. તેમ છતાં ફેક્ટરી ઓર્ડર અને ઉત્પાદન, ઈન્ટરમીડિયટ અને ઇન્વેસ્ટમેન્ટ ગુડ્સ કેટેગરીમાં વધારો નોંધાયો છે.” નિકાસોમાં વધારો થયો હોવા છતાં ગ્રોથ મોમેન્ટમ ઘટ્યો છે. ફુગાવો 13 માસની ટોચે છે.

ઓગસ્ટમાં ભરતી પ્રક્રિયા સ્થિર થઈ
વેચાણમાં શુષ્ક માહોલના લીધે મોટાભાગની કંપનીઓએ ઓગસ્ટમાં ભરતી પ્રક્રિયા અટકાવી હતી. કોવિડ-19ના લીધે ગ્રાહકોની માગ અને કંપનીની આવકો પર અસર થતાં બિઝનેસ સેન્ટિમેન્ટ ઘટ્યો છે. જુલાઈમાં ભરતી પ્રક્રિયા 16 માસની ટોચે નોંધાયા બાદ ઓગસ્ટમાં સ્થિર થઈ છે.

આગામી 12 માસનો મેન્યુફેક્ચરિંગ આઉટલુક પોઝિટિવ
મહામારીની અસરમાંથી અર્થતંત્ર બહાર આવી રહ્યું છે. જૂન ત્રિમાસિકમાં જીડીપી 20.1 ટકાના દરે વધ્યો છે. ગત વર્ષ સામે ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં ઝડપી સુધારો નોંધાયો છે. જે મેન્યુફેક્ચરિંગ આઉટલુક 12 માસમાં પોઝિટીવ રહેશે. આરબીઆઈના ગર્વનરે જણાવ્યું કે, આરબીઆઈ સિસ્ટમમાં લિક્વિડિટી જાળવી રાખવા અપેક્ષિત અને એક તરફી લિક્વિડિટી ફ્લોને અંકુશમાં લેવા ફાઈન-ટ્યુનિંગ કામગીરી હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...