તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Malika Amin Of Alembic Pharma, The Richest Woman In Gujarat, Is Fond Of Cooking And Food.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોફાઈલ:ગુજરાતના સૌથી અમીર મહિલા એલેમ્બિક ફાર્માના મલિકા અમીનને રસોઈ બનાવવાનો અને ખાન-પાનના છે શોખીન

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મલિકા ચિરાયુ અમીન એલેમ્બિક ગ્રુપમાં 3% હિસ્સેદારી ધરાવે છે

કોટક વેલ્થના સહયોગથી હુરુન ઈન્ડિયાએ એક સ્ટડી કરીને 100 સૌથી અમીર ભારતીય મહિલાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ યાદી મુજબ એલેમ્બિક ફાર્માસ્યુટિકલના મેનેજીંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મલિકા ચિરાયુ અમીન રૂ. 7,570 કરોડની સંપત્તિ સાથે ગુજરાતના સૌથી ધનવાન મહિલા બન્યા છે. મલિકા 100 વર્ષથી પણ જૂની એલેમ્બિક ફાર્મામાં લગભગ 30 વર્ષથી સક્રિય છે.

કંપનીના 3% શેર છે મલિકા પાસે
એલેમ્બિકની વેબસાઈટમાં બતાવ્યા મુજબ મલિકા ચિરાયુ અમીન પાસે એલેમ્બિક ગ્રુપના 3% શેર્સ છે. મલિકા 1988માં સૌ પહેલા બોર્ડ મેમ્બર તરીકે કંપનીમાં જોડાયા હતા. ત્યાર બાદથી તેઓ કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સહિતના પદ પર રહીને કંપનીને આગળ વધારવા માટે સતત સક્રિય ભૂમિકા ભજવી છે.

રિપોર્ટ:એલેમ્બિક ફાર્માનાં મલિકા ચિરાયુ અમીન ગુજરાતનાં સૌથી ધનવાન મહિલા, 7570 કરોડનાં માલિક

રસોઈ બનાવવાનો અને ખાણીપીણીનો શોખ
એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુંમાં મલિકા અમીને તેમના રસોઈ બનાવવાના તેમજ ખાન-પાનના શોખની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમારે ઘરમાં મોટાભાગે ફ્યુઝન ફૂડ વધુ બને છે. ઘરના તમામ સભ્યોને રસોઈ બનાવવી ગમે છે અને મારા માટે રસોઈ બનાવવી એ રાહત આપનારી પ્રવૃત્તિ છે. અમીન પરિવાર ઘરે જ શાકભાજી પણ ઉગાડે છે.

સામાજીક પ્રવૃત્તિઓમાં રહે છે એક્ટિવ
એલેમ્બિક ગ્રુપ તેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગ રૂપે સ્વાસ્થ્ય અને શિક્ષણને લગતી પ્રવૃતિઓ કરે છે. મલિકા અમીન કંપની દ્વારા થતી તમામ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેઓ એલેમ્બિક ગ્રુપ ઓફ સ્કુલના ટ્રસ્ટી પણ છે. આ સાથે જ તેઓ રૂરલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં પણ અવાર નવાર ભાગ લેતા હોય છે. એક ઈન્ટરવ્યુંમાં મલિકાએ કહ્યું હતું કે, અમે સમાજમાંથી જ પૈસા કમાયા છીએ તો સોસાયટીને અમારે પણ થોડું આપવું જોઈએ.

બિઝનેસ ફેમિલીમાંથી આવે છે મલિકા
મલિકા અમીનની પારિવારિક જીંદગી પર નજર કરીએ તો તેઓ સફોલા, પેરાશુટ જેવી બ્રાંડ બનાવતા મેરીકો ગ્રુપના મરીવાલા પરિવારના પુત્રી છે. મેરીકો ગ્રુપના ચેરમેન હર્ષ મરીવાલા તેમના ભાઈ છે. મરીવાલા પરિવાર મૂળ કચ્છના છે અને વર્ષોથી મુંબઈ સ્થાઈ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો