• Gujarati News
  • Business
  • Mahindra Group Will Create A Specially Designed Face Shield For Medical Care Providers

ફેસ શિલ્ડ:મહિન્દ્રા ગ્રુપ તબીબી સેવા આપનારાઓ માટે ખાસ ડિઝાઇન કરેલા ફેસ શિલ્ડ બનાવશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પવન ગોએન્કાએ ફેસ શિલ્ડની ડિઝાઈડ ટ્વિટ કરી હતી - Divya Bhaskar
પવન ગોએન્કાએ ફેસ શિલ્ડની ડિઝાઈડ ટ્વિટ કરી હતી
  • આ શિલ્ડની ડિઝાઇન ફોર્ડ મોટર દ્વારા તૈયાર કરવામાં આવી છે
  • સોમવારે 500 શિલ્ડ તૈયાર કરવામાં આવશે અને પછી ઉત્પાદન વધારાશે

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર પવન ગોએન્કાએ એક ટ્વિટ કરી માહિતી આપી હતી કે કોરોના વાયરસ સામે આજે સૌ કોઈ પ્રયત્ન કરી રહ્યા છે. આના ભાગરૂપે મહિન્દ્રા ગ્રુપ તબીબી સેવા આપનારાઓ માટે ખાસ ડીઝાઇન કરેલા ફેસ શિલ્ડ બનાવશે. તેઓએ જણાવ્યું હતું કે આ વિશેષ શિલ્ડની ડિઝાઈન અમારા પાર્ટનર ફોર્ડ મોટર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

સોમવારથી ઉત્પાદન શરૂ કરવામાં આવશે
પવન ગોએન્કાએ ટ્વિટ માં જણાવ્યું કે, વિશેષ રીતે ડિઝાઇન કરાયેલા ફેસ શિલ્ડનું ઉત્પાદન સોમવારથી શરૂ કરવામાં આવશે. પહેલા દિવસે 500 પીસનું ઉત્પાદન કરશે અને બાદમાં તેનું ઉત્પાદન વધારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...