તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મસાલા કિંગ અને એમડીએમ મસાલા કંપનીના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી(97) વર્ષની વયે ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટને લીધે અવસાન પામ્યા. સફેદ મૂંછો અને લાલ પાઘડીથી ઓળખાતા મહાશય 2017માં એફએમસીજી સેક્ટરના સૌથી વધુ કમાણી કરનારા સીઇઓ હતા. તેમનો પગાર 20 કરોડ રૂપિયા હતો. જોકે તેનો 90 ટકા હિસ્સો દાન કરી દેતા હતા. સિયાલકોટ(હવે પાકિસ્તાનમાં) જન્મેલા મહાશય 5મા ધોરણમાં અભ્યાસ છોડી 10 વર્ષની વયે કામ કરવા લાગ્યા હતા. દેશના ભાગલા બાદ 1500 રૂ. સાથે ભારત આવી ગયા. દિલ્હીમાં મહાશય દી હટ્ટી (એમડીએચ) નામે મસાલાની દુકાન શરૂ કરી જે સૌથી મોટા એમ્પાયર તરીકે સ્થાપિત થઈ.
સકારાત્મક વિચારતા, આવા જ લોકોને પોતાની પાસે રાખતા, આ વયે પણ 18 કલાક કામ કરતા હતા એમડીએચ ગ્રૂપના વાઇસ પ્રેસિડેન્ટ રાજેન્દ્રકુમારે જણાવ્યું કે, મહાશય ગુલાટીએ તનતોડ મહેનત કરી 2 હજાર કરોડ રૂપિયાના એમડીએચ મસાલા ઉદ્યોગને ઊભું કર્યો હતો. આ વયે પણ તેમનું અને તેમના કારોબારનું સ્વાસ્થ્ય સારું હતું. તેની પાછળનું કારણ તેમની મહેનત અને સમયની પાબંદી હતી. રોજ સવારે 5 વાગ્યે ઊઠી જવું, પાર્કમાં ટહેલવું, યોગ અને માલિશ કરાવવી તેમના નિયમ હતા. ભોજનમાં ફક્ત બે રોટલી, દાળ, શાકભાજી લેતા હતા. કોઈ કુટેવ નહોતી. રોજ સવારે 9 વાગ્યે ફેક્ટરી પહોંચી જતા હતા. બધાં કામ પોતાની નજર હેઠળ કરાવતા. અત્યારે પણ 18 કલાક સુધી કામ કરતા હતા. સકારાત્મક વિચારતા અને આવા જ લોકોને પોતાની આજુબાજુ રાખતા. તેમને કોઈ પણ વ્યક્તિ મળી શકતી હતી.
ખૂબ ચેરિટી કરતા, તે કહેતા કે “પૈસામાં સુખ બે પળનું, સેવામાં શાંતિ જીવનભરની’
ગેવેજ પબ્લિસિટીના સીઇઓ યતેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું કે, ક્લાયન્ટ્સ અને માનવી તરીકે મહાશયજીને ભુલાવવા અશક્ય છે. તે દરેક કામ જાતે કરતા હતા અને એ જ તેમના ફિટ સ્વાસ્થ્યનું રહસ્ય હતું. અનુશાસિત જીવન જીવતા અને વધારે ચેરિટી કરતા હતા. 97મા જન્મદિવસે તેમણે 5 કરોડ રૂપિયાની ચેરિટી કરી હતી. તે કહે કે પૈસામાં સુખ બે પળનું, સેવામાં શાંતિ જીવનભરની. દરેકની મદદ કરે તેવું હૃદય ધરાવતા હતા. તે શિક્ષણ માટે એટલા માટે કામ કરતા હતા કે જે શિક્ષણ તેમને ના મળ્યું કમ સે કમ તે બીજાં બાળકોને મળી શકે. મહાશયજી ખુદ જ પોતાની બ્રાન્ડના એમ્બેસેડર હતા. તે કોઇ સેલિબ્રિટીને લેવાના વિરોધી હતા. કહેતા કે મસાલા વિશે મારાથી સારું કોઈ નથી જાણતું તો જાહેરાત સેલિબ્રિટી કેમ કરે?
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.