• Gujarati News
  • Business
  • M Cap Increased By 37% In One Year; Rakesh Jhunjhunwala Said India's Time Has Come; The Sensex Will Go Up To 5 Lakh

ઝુનઝુનવાલાનો દાવો:કહ્યું- ભારતનો ટાઇમ આવી ગયો છે, સેન્સેક્સ 5 લાખ સુધી જશે; એક વર્ષમાં 37% M-Cap વધ્યું

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝુનઝુનવાલએ કહ્યું- જોખમ લીધા વિના તમે આગળ વધી શકો નહીં

શેરબજારના દિગ્ગજ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે ભારતનો ટાઇમ આવશે નહીં, આવી ગયો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે એક દિવસ સેન્સેક્સ 5 લાખને પાર થઈ જશે. તેમણે કહ્યું હતું કે દેશમાં 4 કરોડ ડિમેટ ખાતાં ખૂલ્યાં છે. દેશમાં પુખ્ત લોકોની વસતિ 90 કરોડ છે. મને ખાતરી છે કે એક દિવસ 80 કરોડ ડિમેટ ખાતાં ખૂલી જશે. એક કાર્યક્રમમાં બોલતાં તેમણે આશા વ્યક્ત કરી છે કે ભારતીય શેરબજાર બ્રિટનને પાછળ રાખીને ટૉપ-5માં પહોંચી જશે. તેમણે ઉમેર્યું હતું કે રિસ્ક જીવનનો અભિન્ન હિસ્સો છે. જોખમ લીધા વિના તમે આગળ વધી શકો નહીં.

ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે જો તમે બિન પ્રોફેશનલ ઇન્વેસ્ટર હોવ તો તમારા દેશના અર્થતંત્રમાં થઈ રહેલા મોટા ફેરફારોનાં આ 5 કારણથી ભારતનો ટાઈમ આવ્યો છે, ઇન્ફ્રામાં 100 લાખ કરોડ ખર્ચ થશે. સરકારનું ફોકસ ઇન્ફ્રા પર છે. 100 કરોડના ખર્ચ દ્વારા નાગરિક-વ્યાવસાયિક સુવિધાઓ વિકસાવાશે, સાથે જીડીપીમાં પણ ડબલ ડિજિટ ગ્રોથ રેટની આગાહી છે.

શેરમાર્કેટમાં વધતું રોકાણ
છેલ્લાં 2 વર્ષમાં શેરબજારમાં રોકાણકારો વધ્યા છે. 4 કરોડ ડિમેટ ખાતાં ખૂલ્યાં છે. દેશમાં પુખ્ત લોકોની સંખ્યા 90 કરોડ છે. આગામી સમયમાં ઇન્વેસ્ટર્સ વધશે.

FDI પર ફોકર્સ
વિદેશી કંપનીઓને આકર્ષવા માટે કેન્દ્ર સરકારે 2019માં કોર્પોરેટ ટેક્સમાં કાપ મૂક્યો હતો. અગાઉ વિદેશી કંપનીઓ વધુ ટેક્સને કારણે રોકાણ ટાળતી હતી. કોરોનામાં કંપનીઓના વધતો ગ્રોથ... નિફ્ટી 18 હજારને પાર થયો છે. ઝુનઝુનવાલા કહે છે, આ તેજી પાછળ કંપનીઓનો ગ્રોથ છે. કોરોનાકાળ હોવા છતાં પણ દેશની મોટી કંપનીઓની બેલેન્સ બુક વધારે મજબૂત થઈ છે.

સરકારનો ‘5 ટ્રિલિયન ડૉલર’નું લક્ષ્ય
સરકારે 2025 સુધીમાં દેશને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ઝુનઝુનવાલાનું કહેવું છે કે કોરોના ફ્લુ છે, કેન્સર નહીં, તેથી બજાર વધુ નહીં તૂટે.

અન્ય સમાચારો પણ છે...