દેશમાં લક્ઝરી પેદાશોનાં વેચાણમાં દરરોજ નવા નવા રેકોર્ડ સર્જાઇ રહ્યા છે. માર્કેટ ડેટા દર્શાવે છે કે, એક વર્ષમાં લક્ઝરી કારનાં વેચાણમાં 50 ટકાનો વધારો થયો છે. મોંઘા સ્માર્ટ ફોન, મોંઘા ટીવી-ફ્રીઝનાં વેચાણમાં 55-95 ટકાનો વધારો થયો છે. સ્વિસ ઘડિયાળનું માર્કેટ કદ પણ બે ગણુ થયુ છે. જ્યારે ટૂથપેસ્ટ, હેર ઓઇલ, સાબુ જેવી જરૂરી ચીજવસ્તુઓનાં વેચાણમાં વધારાનો દર ખુબ ઓછો અથવા તો નકારાત્મક રહ્યો છે. ઓછી આવક ધરાવતા વર્ગમાં વધારે ઉપયોગ થતા સસ્તા મોબાઇલનાં વેચાણમાં ઘટાડો થયો છે. ટુ વ્હીલર વાહનનાં વેચાણમાં પણ વધારો થયો નથી.
બચત-ખર્ચનાં મોરચે કામ કરી રહેલી સંસ્થાઓએ ચોંકાવનારી માહિતી જારી કરી છે. તેમના મુજબ કોવિડ-19 અને લોકડાઉનની અસરમાંથી સૌથી વધારે આવક ધરાવતા 20 ટકા લોકો બહાર નિકળી ગયા છે. તેમના દ્વારા બજારો ખુલતાની સાથે જ લક્ઝરી ચીજોની ખરીદી શરૂ થઇ હતી. સૌથી નીચલા સ્તરનાં 20 ટકા લોકો હજુ મુશ્કેલમાંથી બહાર આવી શક્યા નથી. આ વર્ગનાં લોકો જીવનજરૂરી ચીજો પણ સાવધાનીપૂર્વક ખરીદી રહ્યા છે. તેમને આઘાતમાંથી બહાર આવવામાં હજુ એક વર્ષ લાગી શકે છે. સાથે લક્ઝરી પેદાશોનાં વેચાણની આ ગતિ પણ કદાચ યથાવત રહેશે નહીં.
લાઇફસ્ટાઇલ પ્રોડક્ટનાં વેચાણમાં ઘટાડો થઇ શકે છે
સૌથી ઓછી આવક ધરાવતા ગ્રુપને વર્તમાન સ્થિતિમાંથી બહાર નિકળવામાં હજુ એક વર્ષનો સમય લાગશે. સાથે જ લાઇફસ્ટાઇલ પ્રોડક્ટનુ વેચાણ પણ આગામી વર્ષે એટલુ રહેશે નહીં. આમાં પણ ઘટાડો થઇ શકે છે.
રાજેન્દ્ર શુક્લા , એમડી એન્ડ સીઇઓ, પ્રાઇસ, નવી દિલ્હી.
અમીરોનાં ખર્ચમાં આ કારણે વધારો થયો
ઓછી આવકવાળાના ખિસ્સા ખાલી
સિયામનાં આંકડા પ્રમાણે, જાન્યુઆરી-20માં દેશમાં 13,40,989 ટૂવ્હીલર વેચાયા. જાન્યુઆરી-23માં 1318182 વાહન વેચાયા છે. એટલે કે ત્રણ વર્ષમાં ટુ વ્હીલરના વેચાણમાં કોઇ વધારો થયો નથી. આ ગાળામાં પેસેન્જર કારનાં વેચાણમાં 23% વધારો થયો.
25 હજાર કરતા ઓછી કિંમતવાળા ફોનના વેચાણમાં 15% ઘટાડો થયો છે.
રિટેઇલ ઇન્ટેલિજન્સ ફર્મ બિજોમનાં મતે, ડિસેમ્બર 2022 ત્રિમાસિકમાં નાના શહેરોમાં ટૂથપેસ્ટ, નુડલ્સ અને હેરઓઇલ જેવા એફએમસીજી પેદાશોનું વેચાણ 0.2 ટકા ઓછું થયું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.