તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Vodafone Idea Ltd Loses 5.7 Million Subscribers In December, Lowest Number Since March

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેલિકોમ ઓપરેટર માટે કપરા ચઢાણ:વોડાફોન આઈડિયા લિમિટેડે ડિસેમ્બર મહિનામાં 5.7 મિલિયન ગ્રાહકો ગુમાવ્યા, માર્ચ મહિના બાદ સૌથી વધુ ગ્રાહકોની સંખ્યા ઘટી

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા વોડાફોન આઈડિયા લિમિટેડ (Vi)ના ડિસેમ્બર મહિનાની અવધિમાં વાયરલેસ ગ્રાહકો ગુમાવવાનું વલણ જળવાઈ રહ્યું છે. ડિસેમ્બર અવધિ દરમિયાન કંપનીએ 5.7 મિલિયન સબસ્ક્રાઈબર ગુમાવ્યા હતા,જે માર્ચ મહિના બાદનો સૌથી મોટો આંકડો હોવાનું માનવામાં આવે છે. આ સાથે એપ્રિલ-ડિસેમ્બર,2020 અવધિ દરમિયાન ટેલિકોમ ઓપરેટર 34.90 મિલિયન ગ્રાહકો ગુમાવી ચુકી છે.

બિરલા ગ્રુપની આ અગ્રણી કંપનીએ માર્ચ મહિનામાં કોરોનાને લીધે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના સમય ગાળા દરમિયાન નોંધપાત્ર પ્રમાણમાં ગ્રાહકો ગુમાવ્યા હતા, અને SIM કાર્ડના ડિએક્ટિવેશન, શ્રમિકો તેમના વતન પરત ફરતા તેમ જ ફિઝીકલ રિચાર્જ આઉટલેટના અભાવને લીધે એપ્રિલ અને મે મહિના દરમિયાન પણ ગ્રાહકોની સંખ્યા ઓછી થવાનું વલણ જળવાયું હતું. અલબત કોરોનાની સ્થિતિ બાદ અર્થતંત્રમાં કામગીરી પુનઃવેગવાન બની છે ત્યારે ત્યારપછીના મહિનાઓમાં કંપનીને ગ્રાહકો ગુમાવવાની ગતિ ધીમી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો