તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Loss Of Rs 4,545 Crore To Investors; Facing Cyber Attack, Platform Detects Thieves, Orders Return Of Currency

ક્રિપ્ટોકરન્સીની સૌથી મોટી ચોરી:રોકાણકારોને રૂપિયા 4,545 કરોડનું નુકસાન; સાઈબર એટેકનો સામનો કરતાં પ્લેટફોર્મે ચોરોની ભાળ મેળવી, કરન્સી પરત કરવા આદેશ અપાયો

એક મહિનો પહેલા

ડિજીટલ વર્લ્ડના ચોર એટલે કે હેકર્સે 60 કરોડ ડોલર (આશરે 4,545 કરોડ રૂપિયા)થી વધારે મૂલ્યની ઈથીરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે. બ્લોકચેન ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ દ્વારા પોલી નેટવર્કે મંગળવારે પોતાને ત્યાં આ ચોરી થયાની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. આ વર્ષે ક્રિપ્ટોકરન્સીની ચોરી થયાની અનેક ઘટના સામે આવી છે, જોકે આટલી મોટી ચોરી અગાઉ ક્યારેય થઈ નથી.

ચોરીથી હજારો રોકાણકારોને નુકસાન
આ ડીફાઈ એટલે કે ડીસેન્ટ્રાઈઝ્ડ ફાયનાન્સની દુનિયામાં ક્રિપ્ટોકરન્સીની સૌથી મોટી ચોરી છે. પોલી નેટવર્ક યુઝર્સે ક્રિપ્ટો ટોકનના વ્યવહારની સુવિધા આપવાનું પ્લેટફોર્મ છે. તેમનું કહેવું છે કે કરોડો ડોલરની ક્રિપ્ટોકરન્સીની આ ચોરીમાં હજારો રોકાણકારોને નુકસાન થયું છે.

અસર પામેલા પ્લેટફોર્મે ચોર અંગે જાણકારી આપી
પોલી નેટવર્કે મંગળવારે સવારે સોશિયલ મીડિયા પર કહ્યું કે અમે દુખ સાથે કહેવું પડે છે કે #PolyNetwork પર સાઈબર એટેક થયો હતો. તેમણે કહ્યું કે ચોરીમાં ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સે કરોડો ડોલરની કોરી કરી છે. જે ચોર પાસે ચોરીની રકમ ટ્રાન્સફર થઈ છે તેમના સરનામા પણ તેમણે જણાવ્યા છે.

કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી
તેમણે કહ્યું અમે અસરગ્રસ્ત બ્લોકચેન માઈનર્સ અને ક્રિપ્ટો એક્સચેન્જને અપીલ કરી છીએ કે તેઓ આ સરનામાથી આવતી ટોકનને બ્લેકલિસ્ટ કરી દે. પોલી નેટવર્ક નિયો, ઓટોલોજી અને સ્વિચકો જેવી અનેક બ્લોકચેન પ્લેટફોર્મને સર્જનારી ટીમ સાથે જોડાણ થયું છે. તેણે હેકર્સને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપતા ક્રિપ્ટોકરન્સી પરત કરવા કહ્યું છે.

સૌથી વધારે ઈથિરયમ ટોકનની ચોરી થઈ
આ સાથે એવું માનવામાં આવે છે કે ચોરીમાં સૌથી વધારે (રકમના) ઈથીરિયમ ટોકનની ચોરી થઈ છે. આ સાથે એવું દર્શાવવામાં આવે છે કે પોલીગોન નેટવર્કથી 27.3 કરોડ ડોલરના ઈથિરિયમ, 25.3 કરોડ ડોલરના બાઈનેન્સ સ્માર્ટ ચેન (BSC) અને 8.5 કરોડ ડોલરના US ડોલર કોઈન (USDC)ટોકન ચોરી થઈ છે.

ચોરી થયેલા 3.3 કરોડના સ્ટેબલકોઈન તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવે
પોલી નેટવર્કના પ્લેટફોર્મ પર થયેલી ચોરીમાં 3.3 કરોડ ડોલરના સ્ટેબલકોઈન ટેથર પણ ચોરી થયા હતા, જોકે તેમણે તાત્કાલિક ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. તેનો અર્થ એવો છે કે ચોરી કરવામાં આવેલા ટોકનનો ઉપયોગ હેકર કરી શકશે નહીં. જે ક્રિપ્ટોકરન્સીમાં વ્યાપક પ્રમાણમાં વધઘટ થઈ રહી છે. તેને સ્ટેબલકોઈન કહેવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ પોર્ટફોલિયો ડાઈવર્સિફિકેશન માટે થાય છે.