• Gujarati News
  • Business
  • Lockdown On FMCG Supply Will Not Be Affected, Industrialists In The Sector Divert To Digital

રાહત:એફએમસીજી સપ્લાય પર લોકડાઉનની અસર થશે નહીં, સેક્ટરના ઉદ્યોગકારો ડિજિટલમાં ડાઇવર્ટ થયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન બન્યા, પર્સનલ વોશ, હાઇજીન જેવાં ઉત્પાદનોનો ઉપયોગ વધ્યો

એફએમસીજી ઈન્ડસ્ટ્રીએ ભવિષ્યમાં કોઈ લોકડાઉનની પરિસ્થિતિનો સામનો કરવા માટે રણનીતિ તૈયાર કરી દીધી છે. કંપનીઓએ પોતાનો ઈન્વેન્ટરી લેવલ વધાર્યો છે. દેશના જુદા-જુદા વિસ્તારોમાં વેરહાઉસિસમાં સ્ટોકનો પુરવઠો પણ પર્યાપ્ત કર્યો છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ભારત અને સાર્ક દેશોના સીઈઓ સુનીલ કટિયારે દૈનિક ભાસ્કરના અજય તિવારી સાથે વાતચીતમાં આ માહિતી આપી હતી. રજૂ છે વાતચીતના મુખ્ય અંશ…

કોવિડની એફએમસીજી ઉદ્યોગ પર કેવી અસર થઈ છે?
કોવિડે અમને વધુ સજાગ બનાવ્યા છે. એફએમસીજી ઈન્ડસ્ટ્રીએ તેની કામકાજની રીતોમાં અનેક ફેરફારો કર્યા છે. અમે ડિજિટલ ઇકોનોમી અનુસાર અમારા વ્યવસાયને ડિજિટાઇઝ કરી રહ્યા છીએ. હવે કઈ નવી લહેર અથવા નવા વાયરસના વેરિઅન્ટ ક્યારે આવશે તે અંગે અનિશ્ચિતતાઓ વધી છે. તેમજ ત્યારબાદ લોકડાઉન લાગૂ થશે કે નહિં તે અંગે પણ માહિતી નથી.

તેથી અમે અમારા ઉત્પાદનનું સ્તર પહેલા કરતાં વધુ ઉંચું રાખી રહ્યા છીએ. અમે 3 મહિના સુધીનો ઈન્વેન્ટરી સ્ટોક વધાર્યો છે. આ સિવાય, અમે ભારતભરમાં અમારી ઈન્વેન્ટરી ડિસ્ટ્રિબ્યુટ કરી રહ્યા છીએ, જેથી જો એક વિસ્તાર બંધ થઈ જાય, તો અમે અન્ય વિસ્તારોમાંથી સપ્લાય કરી શકીએ.

શું કન્ઝ્યુમર બિહેવિયરમાં કોઈ ફેરફાર આવ્યો છે?
હા, લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન બન્યા છે. પર્સનલ વોશ, હાઇજીન જેવા ઉત્પાદનોનો ઉપયોગ વધ્યો છે. લોકો ઘરની બહાર જવાનુ ટાળી રહ્યા છે, તેથી વાળની ​​સંભાળ, ફેબ્રિક કેર જેવા સેગમેન્ટમાં વેચાણ ડાઉન થયા છે. ગ્રાહક હવે કોઈ એક જગ્યાએથી ખરીદી કરતો નથી, તેણે શોપિંગનુ ઓમની ચેનલ મોડલ અપનાવ્યું.

તમે કોરોનાની પ્રથમ અને બીજી લહેર વચ્ચે શું તફાવત અનુભવ્યા?
પ્રથમ લહેરમાં જોખમ વધું હતું. પરંતુ બીજી લહેરમાં તેમાં ઘટાડો થયો હતી. આ વખતે ઈન્ડસ્ટ્રી તેનો સામનો કરવા તૈયાર હતી. માંગમાં અચાનક ઘટાડો થવાનો ડર હતો પરંતુ તેમાં ઘટાડો થયો નહિં. આપણે અગાઉ એમ માનતા હતા કે 2021માં કોવિડથી છૂટકારો મળશે, હવે અમે માની રહ્યા છીએ કે આ વર્ષે પણ કોવિડનો સામનો કરવો પડશે.

કયાં સેક્ટરને ુ અસર થઈ, ગ્રામીણ કે શહેરી, ઝડપી રિકવરી કયાં સેગમેન્ટમાં આવી?
ગયા વર્ષે મેટ્રો શહેરોમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. આ વર્ષે ડેમોક્રેટિક ઈમ્પેક્ટ જોવા મળી છે. મેટ્રોની સાથે સાથે નાના શહેરોમાં પણ અસર જોવા મળી હતી. પરંતુ જૂનથી રિકવરી શરૂ થઈ છે.

ઈન્ડસ્ટ્રી ક્યાં સુધી પ્રિ-કોવિડ સ્તરે પહોંચશે?
વાસ્તવમાં વિવિધ પ્રકારનાં ઉત્પાદનો જુદી જુદી રીકવરી દર્શાવે છે. જરૂરિયાત ધરાવતી પ્રોડક્ટ્સમાં વી આકારની રિકવરી જોવા મળી છે. જ્યારે બાકીના ઉત્પાદનમાં રિકવરીનો દર ધીમો પડ્યો છે. ઈન્ડસ્ટ્રીને પ્રિ-કોવિડ સ્તર પર આવતાં થોડો વધુ સમય લાગશે, પરંતુ ગોદરેજે ગયા વર્ષે જ પ્રિ-કોવિડ સ્તર કરતાં 15 ટકા વધુ વેચાણો હાંસિલ કર્યા છે.

કંપનીની આગામી યોજનાઓ શું છે?
અમે જીટીએમ 3.0 નામની નવી પહેલ શરૂ કરી છે. આ દ્વારા અમે આધુનિક વેપાર અને સામાન્ય વેપારમાં સુધારો કરી ઓમની ચેનલ માટે ફ્યુચર ઇકો સિસ્ટમ બનાવી રહ્યા છીએ. અમારી ઈનોવેશન પાઇપલાઇન ખૂબ જ મજબૂત છે. 10 નવી પ્રોડક્ટ્સ શરૂ કરી છે, જે અમારા વેચાણ અને ડિસ્ટ્રિબ્યુશન વ્યૂહરચનાને મજબૂત બનાવશે. ગોદરેજ પ્રોક્લિન નામથી નવી બ્રાન્ડ શરૂ કરી છે. અત્યારે તેને વેગ આપી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...