તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Lockdown Benefited LIC, Market Share Rises To 74.04% In First Year Premium During April June

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયદો:LICને લોકડાઉન ફળ્યું, એપ્રિલ-જુન દરમિયાન ફર્સ્ટ યર પ્રીમિયમમાં માર્કેટ શેર વધીને 74.04% થયો

મુંબઈ9 મહિનો પહેલાલેખક: અજિત સિંહ
 • કૉપી લિંક
 • પોલિસીના મામલે પણ LICનો બજાર હિસ્સો વધીને જુનમાં 61.68% પર પહોચ્યો

કોરોનાને કારણે લાગેલા લોકડાઉનથી દરેક ક્ષેત્રને ફટકો પડ્યો છે અને તેમાંથી ઇન્શ્યોરન્સ સેક્ટર પણ બાકાત નથી. જોકે, લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)નું પરફોર્મન્સ ત્રિમાસિક ધોરણે ઘણું સુધર્યું છે. લાઈફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલના રીપોર્ટ મુજબ માર્ચ ક્વાર્ટરમાં ફર્સ્ટ યર પ્રીમિયમમાં LICનો માર્કેટ શેર 68.74% હતો જે જૂન ક્વાર્ટરમાં વધીને 74.04% થયો છે. વાર્ષિક ધોરણે જોઈએ તો, ગત વર્ષે જુન ક્વાર્ટરમાં ફર્સ્ટ યર પ્રીમિયમમાં LICની હિસ્સેદારી 73.36% જેટલી રહી હતી.

જુન ક્વાર્ટરમાં LICને રૂ. 36,530 કરોડ પ્રીમિયમ મળ્યું
એપ્રિલથી જુન દરમિયાન કુલ રૂ. 49,335.43 કરોડનું ફર્સ્ટ યર પ્રીમિયમ કલેક્શન થયું હતું. આમાંથી રૂ. 36,530.02 કરોડ પ્રીમિયમ LICએ મેળવ્યું હતું જયારે અન્ય જીવન વીમા કંપનીઓએ રૂ. 12,805.41 કરોડનું પ્રીમિયમ કલેક્ટ કર્યું હતું. અન્ય કંપનીઓમાં SBI લાઈફ ઈન્સ્યોરન્સનો હિસ્સો રૂ. 3,058.34 કરોડ સાથે સૌથી વધુ છે જયારે HDFC લાઈફે રૂ. 2,653.18 કરોડનું પ્રીમિયમ મેળવ્યું છે.

પોલિસીમાં પણ LICનો બજાર હિસ્સો વધ્યો
લાઈફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલના આંકડા મુજબ નવા નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિનામાં એટલે કે એપ્રિલથી જુન વચ્ચે પોલિસીની સંખ્યા 31.05 લાખ પર પહોચી હતી જેમાંથી LIC એકલાની જ 19.15 લાખ પોલિસી છે. જયારે 23 ખાનગી વીમા કંપનીઓની કુલ મળીને 11.89 લાખ પોલિસી છે.

બીજી કંપનીનો શેર 6.27%ની નીચે રહ્યો
બીજી બાજુ, બાકીની ખાનગી કંપનીઓમાંથી એક પણ LICની હિસ્સેદારીના દસમા ભાગ સુધી પહોંચી નથી. મળતી માહિતી મુજબ પોલિસીમાં HDFC લાઇફનો હિસ્સો 6.27% છે જ્યારે તેનું પ્રીમિયમમાં હિસ્સેદારી 5.38% છે. પોલિસીમાં SBI લાઇફ 6.11% અને પ્રીમિયમમાં 6.20% હિસ્સો ધરાવે છે. તેવી જ રીતે, પોલિસીમાં મેક્સ લાઇફનો 3.94% હિસ્સો છે, જ્યારે પ્રીમિયમમાં તેનો હિસ્સો 1.82% રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો