તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવાનું બોજ:50% ખેડૂતો દેવાના બોજા હેઠળ, 74121ની લોન: સરવે

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશના 50 ટકા કૃષિ પરિવારો દેવાના બોજા હેઠળ જીવી રહ્યાં છે. 2019માં પરિવારદીઠ સરેરાશ રૂ. 74121નું દેવું હતું. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા હાથ ધરાયેલા સર્વે અનુસાર, 69.6 ટકા ખેડૂતો બેન્કો, સહકારી સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ જેવા સંસ્થાકીય માધ્યમો મારફત લોન લઈ રહ્યાં છે.

જ્યારે 20.5 ટકા લોન પ્રોફેશનલ ધિરાણદારો પાસેથી લેવામાં આવી હતી. કુલ લોનના 57.5 ટકા લોન કૃષિ હેતુઓ માટે લેવામાં આવી હતી. આ સાથે 50.2 ટકા ખેડૂત પરિવાર પર પરિવારદીઠ રૂ. 74121નું દેવું છે. જાન્યુઆરી-ડિસેમ્બર, 2019 દરમિયાન દેશના પ્રત્યેક કૃષિ પરિવારની માસિક સરેરાશ આવક 2018-19માં રૂ. 10218 હતી.

ખેડૂત પરિવાર રૂ. 4063 પગારપેટે, કૃષિ ઉત્પાદન પેટે રૂ. 3798, પશુપાલન મારફત રૂ. 1582, અને રૂ. 641 બિનકૃષિ આવકો, જમીન ભાડા પેટે રૂ. 134ની આવક મેળવે છે. દેશના કૃષિ સેક્ટરમાં 9.3 કરોડ ઓબીસી ખેડૂતો, 15.9 ટકા એસસી, 14.2 ટકા એસટી અને 24.1 ટકા અન્ય ખેડૂત કાર્યરત છે.

83.5 ટકા ગ્રામીણ પરિવાર પાસે 1 હેક્ટરથી પણ ઓછી જમીન: ગ્રામ્ય વિસ્તારોમાં 7.93 કરોડ બિનકૃષિ પરિવારો રહે છે. જ્યારે 83.5 ટકા પરિવાર 1 હેક્ટર કરતાં પણ ઓછી જમીન ધરાવે છે. જ્યારે 0.2% લોકો પાસે 10 હેક્ટરથી વધુ જમીન છે.

22.4 ટકા શહેરી પરિવારો દેવું ધરાવે છે: 35 ટકા ગ્રામીણ પરિવારો દેવું ધરાવે છે. 30 જૂન, 2018 અનુસાર, જેમાં 40.3 ટકા કૃષિ પરિવારો અને 28.2 ટકા બિનકૃષિ પરિવારો સામેલ છે. બીજી બાજુ 27.5 ટકા સ્વરોજગાર ધરાવતા અને 20.6 ટકા અન્ય પરિવારો સહિત 22.4 ટકા શહેરી પરિવારો દેવું ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...