તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Chinese Government linked Firm Is Spying On Mukesh Ambani And Azim Premji's Companies Along With Binny Bansal

ભારતીય ઇકોનોમી પર ચાઇનીઝ નજર:ચીન સરકાર સાથે જોડાયેલી ફર્મ મુકેશ અંબાણી, અઝિમ પ્રેમજીની કંપનીઓથી લઈને બિન્ની બંસલની કરી રહી છે જાસૂસી

નવી દિલ્હી3 દિવસ પહેલા
ચીનની ઝેન્હુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની મુકેશ અંબાણી, અઝિમ પ્રેમજી સહિત મોટા રાજકારણીઓની જાસૂસી કરી રહી છે.
 • ચીનની ઝેન્હુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ડેટાબેઝમાં ભારતીય કંપનીઓ સાથે જોડાયેલી 1400 એન્ટ્રી મળી
 • એક દિવસ પહેલાં જ ખુલાસો થયો હતો કે પ્રધાનમંત્રી મોદી સહિત 10 હજાર ભારતીયો પર નજર રખાઈ રહી છે

બોર્ડર ઉપર દગો કરનાર ચીન ભારતીય ઈકોનોમીની જાસૂસી કરી રહ્યું છે. ચીનની સરકાર સાથે સંકળાયેલી ઝેન્હુઆ ડેટા ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની ભારતની ટેક સ્ટાર્ટઅપથી માંડીને પેમેન્ટ અને હેલ્થકેર એપ્સની નાની તેમજ મોટી કંપનીઓના અધિકારીઓ પર નજર રાખી રહી છે. ઝેન્હુઆના ડેટાબેઝમાં આવી 1400 એન્ટ્રી મળી છે. આમાં અઝિમ પ્રેમજીથી લઈને મુકેશ અંબાણીની કંપનીઓ પણ સામેલ છે. ફ્લિપકાર્ટના સ્થાપક બિન્ની બંસલ પર પણ નજર રાખવામાં આવી રહી છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસએ એની તપાસના બીજા ભાગમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

આ મોટા લોકોનું ટ્રેકિંગ થઈ રહ્યું છે

 • ટી.કે. કુરિયન, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, પ્રેમજી ઈન્વેસ્ટ
 • અનિશ શાહ, મહિન્દ્રા ગ્રુપના ગ્રુપ CFO
 • પીકે એક્સ થોમસ, CTO, રિલાયન્સ બ્રાન્ડ્સ
 • બ્રાયન બેડ, CEO, રિલાયન્સ રિટેલ

ઇન્વેસ્ટિગેશન પાર્ટ-2 મુજબ, રેલવેમાં ઇન્ટર્નશિપ કરતા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓથી માંડીને મોટી કંપનીઓના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર્સ ઝેન્હુઆની નજરમાં છે. આ યાદીમાં વેન્ચર કેપિટાલિસ્ટ, એન્જલ ઇન્વેસ્ટર્સ, દેશમાં ઊભરતા સ્ટાર્ટઅપ્સ, ઇ-કોમર્સ પ્લેટફોર્મના સ્થાપક અને ચીફ ટેકનોલોજી ઓફિસર્સ પણ સામેલ છે.

નવા જમાનાના એન્ટરપ્રેન્યોર પર નજર

 • બિન્ની બંસલ, ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર
 • દીપેન્દ્ર ગોયલ, ઝોમાટોના કો-ફાઉન્ડર
 • નંદન રેડ્ડી, સ્વિગીના કો-ફાઉન્ડર
 • ફાલ્ગુની નાયર, ન્યાકાના કો-ફાઉન્ડર
 • નમિત પોન્ટિસ, પેયુના બિઝનેસ હેડ

ડિજિટલ હેલ્થ અને ડિજિટલ એજ્યુકેશન સેક્ટર પર વધુ નજર
નોટબંધી બાદ મોદીસરકાર સતત ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકી રહી છે, પરંતુ, ચીનની કંપની ફક્ત ડિજિટલ પેમેન્ટ એપ્સ જ નહિ, પણ ડિજિટલ હેલ્થ અને ડિજિટલ એજ્યુકેશન સેક્ટર્સને પણ ટ્રેક કરી રહી છે. એજ્યુકેશનમાં ઓલિવ બોર્ડથી લઈને બાયજુ રવીન્દ્રનની બાયજુસ એપ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

આ પેમેન્ટ એપ્સ પર નજર

 • પેટીએમ
 • રેઝરપે
 • ફોનપે
 • પાઇન લેબ્સ
 • એવન્યુઝ પેમેન્ટ
 • સીસી એવન્યુ
 • FSS પેમેન્ટ ગેટવે
 • બિગબાસ્કેટ
 • ડેઈલી માર્કેટ
 • જેપ ફ્રેશ
 • જોમાટો, સ્વિગી, ફૂડ પાંડા

મોદી સહિત 10 હજાર મોટા લોકો અને સંસ્થાઓની જાસૂસી
સોમવારે એ વાત બહાર આવી હતી કે ઝેન્હુઆ ડેટા ઇન્ફર્મેશન ટેકનોલોજી 10,000 ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખી રહી છે. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમનો પરિવાર, કેબિનેટનાં અનેક મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ પણ સામેલ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો