દેશનો સૌથી મોટો રૂ. 21 હજાર કરોડનો લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીનો આઈપીઓ બુધવારથી શરૂ થયો છે. રૂ. 902થી 949 પ્રાઈસ બેન્ડ ધરાવતો આઈપીઓમાં રિટેલ રોકાણકારો અને કર્મચારીઓને રૂ. 45 અને પોલિસી હોલ્ડર્સને રૂ. 60 ડિસ્કાઉન્ટ મળશે. જો આઈપીઓ સફળ રહ્યો તો લિસ્ટિંગ દરમિયાન માર્કેટ કેપ રૂ. 6 લાખ કરોડ થવાનો આશાવાદ છે.
એલઆઈસી આઈપીઓના ગ્રે પ્રિમિયમ સતત વધી રહ્યા છે. મંગળવારે ગ્રે માર્કેટમાં રૂ. 85 પ્રિમિયમ બોલાઈ રહ્યુ હતું. એન્કર ઈન્વેસ્ટર્સ માટે આઈપીઓ 2 મેના ખુલતાંની સાથે જ ઓવર સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. એલઆઈસી એન્કર પોર્શન મારફત રૂ. 5630 કરોડનું ફંડ એકત્ર કરવામાં સફળ રહી છે. માર્કેટ નિષ્ણાતોએ એલઆઈસીનો માર્કેટ શેયર, મજબૂત ફંડામેન્ટલ્સ અને પીઈ-આરઓઈ રેશિયોના આધારે આઈપીઓ ભરવા સલાહ આપી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.