દેશનો સૌથી મોટો આઈપીઓ લાવનારી એલઆઈસીની ઈશ્યૂ સાઈઝ આઈપીઓની જાહેરાતથી જ ચર્ચામાં રહી છે. વર્તમાન દીપમ સાથેની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકાર એલઆઈસી દ્વારા રૂ. 37500 કરોડ એકત્ર કરશે. જે અગાઉની અંદાજિત ઈશ્યૂ સાઈઝ રૂ. 63000-75000 કરોડ સામે અડધી થઈ છે.
કેન્દ્ર સરકારે જ્યારે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા એલઆઈસીમાંથી સ્ટેક હળવો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે નિષ્ણાતોએ કંપનીની વેલ્યૂએશન મુજબ આઈપીઓની ઈશ્યૂ સાઈઝ 1 લાખ કરોડથી વધુ આંકી હતી. તદુપરાંત રોકાણકારોને આઈપીઓ હેઠળ શેર સસ્તામાં મળશે. વધતી મોંઘવારી, વ્યાજના દરોમાં વૃદ્ધિની આશંકા, તેમજ રશિયા-યુક્રેન ક્રાઈસિસના લીધે સર્જાયેલી અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારોને આકર્ષિત કરવા પબ્લિક ઓફર વેલ્યૂએશન 30 ટકા સુધી ઘટાડાશે.
સરકારે માર્કેટ વેલ્યૂએશન 16 લાખ કરોડથી ઘટાડી 11 લાખ કરોડ કરી છે. જો કે, હજી આઈપીઓ મામલે ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દીપમ), નાણા મંત્રાલય અને એલઆઈસીના સત્તાવાર અધિકારીઓની પ્રતિક્રિયા બાકી છે.
ત્રિમાસિક પરિણામો, વેલ્યૂએશન એમ્બેડેડ વેલ્યૂમાં સુધારા-વધારાને લીધે સરકાર ફરી પાછુ અપડેટેડ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કરી શકે છે. વર્તમાન ફાઈલ પ્રોસ્પેક્ટ્સ અનુસાર, સરકારની એલઆઈસીના 31.6 કરોડ શેર્સ (5 ટકા) વેચી 63 હજાર કરોડ એકત્ર કરવાની યોજના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.