• Gujarati News
  • Business
  • LIC Likely To Introduce Initial Public Offering By January March, Opportunity To Become World's Second Largest Insurance Company

દેશનો સૌથી મોટો IPO:LIC જાન્યુઆરી-માર્ચ સુધીમાં પ્રારંભિક જાહેર ભરણું રજૂ કરે તેવી શક્યતા, વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી વિમા કંપની બનવાની તક

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LICના IPO માટે બેન્કર્સ આગામી સપ્તાહથી સંભવિત એન્કર ઈન્વેર્ટર્સની મુલાકાત લેવાનું શરૂ કરશે

લાઇફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નું પ્રારંભિક જાહેર ભરણું (IPO) વર્તમાન નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરીથી માર્ચ 2022 વચ્ચે આવી શકે છે. Ptm બાદ તે ભારતનો સૌથી મોટો IPO હશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)સેક્રેટરી તુહિન કાંત પાંડેએ બુધવારે જાણકારી આપી.

સરકાર LICનો 10 ટકા સુધીનો હિસ્સો વેચી રૂપિયા 40 હજાર કરોડથી 1 લાખ કરોડ સુધી ભંડોળ એકત્રિત કરવા ઈચ્છે છે. બ્લૂમબર્ગના એક અહેવાલ પ્રમાણે 5 કા હિસ્સો વેચવાથી જ LICનો IPO ભારતનો સૌથી મોટો IPO બની જશે. જ્યારે 10 ટકા હિસ્સેદારી વેચવાથી LIC વૈશ્વિક સ્તરે બીજા ક્રમની સૌથી મોટી વિમા કંપની બની જશે.

આગામી સપ્તાહે એન્કર ઈન્વેસ્ટર્સ સાથે મુલાકાત કરશે બેન્કર
બ્લૂમબર્ગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે LICનો IPO માટે બેન્કર્સ આગામી સપ્તાહથી સંભવિત એન્કર ઈન્વેર્ટર્સની મુલાકાત લેવાનું શરૂ કરશે. બેન્કર્સ એ બાબત સુનિશ્ચિત કરવા માગે છે કે દેશની સૌથી મોટા વેચાણમાં માગમાં કઈ ઘટાડો ન આવે.

100 ગ્લોબલ ઈન્વેસ્ટર્સની યાદી 10 બેન્કો પાસે

આશરે 100 ગ્લોબલ ઈન્વેસ્ટર્સના નામોની એક યાદી ડીલ પર કામ કરી રહેલી 10 બેન્કો સાથે શેર કરી છે. બેન્કોની યોજના ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી માર્કેટ રેગ્યુલેટર પાસે ડ્રાફ્ટ IPO પ્રોસ્પેક્ટસ રજૂ કરશે. સરકારે પોતાના હિસ્સાના વેચાણ માટે કોટક મહિન્દ્રા બેન્ક લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ ગ્રુપ ઈન્ક, જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની તથા ICICI સિક્યુરિટીઝ લિમિટેડ સહિત 10 બેન્કની પસંદગી કરી છે.

IPO માટે LIC એક્ટ 1956માં મોટું પરિવર્તન
IPO અંગે LIC એક્ટ 1956માં મોટા ફેરફાર કર્યાં છે. કેટલા શેરનું વેચાણ કરવામાં આવશે અને તે કઈ પ્રાઈઝ બેન્ડ પર હશે આ અંગે હજુ સુધી નક્કી થયું નથી. સરકાર LICના IPO ઈશ્યુ સાઈઝથી 10 ટકા શેર પોલિસી હોલ્ડર્સ માટે સુરક્ષિત રહેશે

પોલિસી હોલ્ડર્સ માટે કર્મચારીઓની માફક રિઝર્વ
LIC એક્ટમાં 2021માં થયેલા ફરેફારમાં કહેવામાં આવ્યું છે કે કોઈ જાહેર ભરણામાં જે રીતે કર્મચારીઓ માટે શેર સુરક્ષિત રહે છે, એવી જ રીતે રિઝર્વેશન LIC પોલિસી રાખનારા માટે કરવામાં આવશે. આ સ્પર્ધાત્મક ધોરણે રહેશે.

બે હિસ્સામાં આવી શકે છે IPO
LICનો IPO અત્યાર સુધીનો સૌથી મોટો હશે, Ptmથી હશે. આ સંજોગોમાં માર્કેટ એનાલિસ્ટને લાગી રહ્યા છે કે ઈન્વેસ્ટર્સ પાસે એટલા પૈસા હોવા જોઈએ કે તે LICનો IPO ખરીદી શકે.
આ સંજોગોમાં એવું સૂચન આવી રહ્યું છે કે એક સાથે લાવવાને બદલે બે હિસ્સામાં IPO લાવી શકશે. આ સંજોગોમાં સૂચન આવ્યું છે કે બે હિસ્સામાં IPOને રજૂ કરવામાં આવશે. તે હેઠળ શેરોનો એક લોટ અગાઉ ઓફર થશે. તેના કેટલાક સમય બાદ બીજો હિસ્સો ઓફર થઈ શકે છે. જો આમ જ રહ્યું તો ભારતમાં પહેલી વખત હશે.

અન્ય સમાચારો પણ છે...