તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના અસર:LICએ પ્રીમિયમ ભરવાની અંતિમ તારીખ લંબાવી, હવે 15 એપ્રિલ સુધી કરી શકાશે ચુકવણી

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો)

મુંબઈઃ કોરોના વાઈરસના વધી રહેલા વ્યાપ અને શહેરોમાં લોકડાઉનની અસર હવે વ્યાપક પ્રમાણમાં કોર્પોરેટ જગત પર જોવા મળવાની શરૂઆત થઈ ગઈ છે. દેશની સૌથી મોટી વિમા કંપની તરફથી 75 ટકાથી વધારે વિમા બજારનો હિસ્સો ધરાવતી ભારતીય જીવન વિમા નિગમ (LIC)ના ગ્રાહકોને મોટી રાહત આપી છે. LIC એ પ્રીમિયમની તારીખને વધારી છે. LICના મેનેજીંગ ડિરેક્ટર વિપિન આનંદે જણાવ્યું હતું કે તમામ પોલિસીધારકોને અપીલ છે કે તે કૃપા કરી ઘરની અંદર જ રહે અને પ્રીમિયમ ચુકવણી માટે ઓફિસ ન જાય. કોરોના વાઈરસના જોખમને જોતા LICના વર્તમાન પોલિસીઓના પ્રીમિયમની ચુકવણીની તારીખ 15 એપ્રિલ 2020 સુધી વધારી છે. પોતાના પ્રીમિયમની ચુકવણી ઓન લાઈન કરી શકો છો. 

કર્મચારીઓને ઘરેથી કામ કરવા પરવાનગી
તેમણે કહ્યું કે અમે અમારા કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે પરવાનગી આપી છે અને અમારા માટે આ સૌથી મહત્વપૂર્ણ છે કે અમે કોરોના સામે સરકારના તમામ પ્રયત્નોમાં યોગદાન કરી શકે. તેમના મતે વિશેષ પ્લાનની ખરીદી ઓન લાઈન કરી શકાય છે અને સાથે ગ્રાહક પોર્ટલ અને એલઆઈસી એપથી પણ તેની ખરીદી કરી શકે છે. ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સના ડેપ્યુટી સીઈઓ રુષભ ગાંધીએ જણાવ્યું હતું કે અમે અમારા કર્મચારીઓને ઘરેથી કામ કરવા પરવાનગી આપી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો