આઈપીઓ:LIC ગ્રે માર્કેટમાં ડિસ્કાઉન્ટ થયો, આજે શેર એલોટમેન્ટ

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશનો સૌથી મોટો એલઆઈસીના આઈપીઓની લિસ્ટિંગ તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ ગ્રે માર્કેટમાં પ્રિમિયમ ઘટી અંતે ડિસ્કાઉન્ટ થયુ છે. ગ્રે માર્કેટમાં ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 949 સામે રૂ. 85 સુધીના પ્રીમિયમ સતત ઘટી બુધવારે એલઆઈસી 10 ટકા ડિસ્કાઉન્ટે બોલાઈ રહ્યો હતો.

આજે તેના 22 કરોડ ઈક્વિટી શેર્સનું એલોટમેન્ટ થશે. શેરની સંખ્યા વધુ હોવાથી મોટાભાગે રોકાણકારોને શેર એલોટ થવાની શક્યતા માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. એલઆઈસી આઈપીઓ મારફત સરકાર રૂ. 21 હજાર કરોડનું ફંડ એકત્ર કરવામાં સફળ રહી છે. જેમાં પોલિસી હોલ્ડર્સે સૌથી વધુ 6.12 ગણી એપ્લિકેશન કરી હતી. જ્યારે રિટેલ રોકાણકારોએ બે ગણા (રૂ. 41790 કરોડ) બીડ્સ ભર્યા હતા. એલઆઈસીના પોલિસી હોલ્ડર્સ 30 કરોડથી વધુ છે. આઈપીઓનું લિસ્ટિંગ 17 મેએ થશે.

વિનસ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ: ગુજરાતની વિનસ પાઈપ્સ એન્ડ ટ્યૂબ્સનો રૂ. 165.42 કરોડનો આઈપીઓ ખૂલતાંની સાથે જ પ્રથમ દિવસે વિનસ આઈપીઓમાં 50.74 લાખ ઈક્વિટી શેર્સ સામે 2.30 ગણો, રિટેલ પોર્શન સૌથી વધુ 4 ગણો ભરાયો છે. વિનસ IPOની પ્રાઈસ બેન્ડ રૂ. 310-326 છે.

ડેલ્હિવરી, પ્રુડન્ટને નબળો પ્રતિસાદ: રૂ. 462-587નું બેન્ડ પર રૂ. 5235 કરોડનો ડેલ્હિવરીનો આઈપીઓ પ્રથમ દિવસે માત્ર 21 ટકા ભરાયો હતો. રિટેલ પોર્શન 30 ટકા, ક્યુઆઈબી 29 ટકા ભરાયો હતો. જ્યારે પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરીનો આઈપીઓ બીજા દિવસે માંડ અડધો 0.57 ગણો ભરાયો છે. જો કે, રિટેલ પોર્શન ફુલ્લી 1.05 ગણો ભરાયો છે.

અન્ય સમાચારો પણ છે...