આઈપીઓ:LIC: 21 હજાર કરોડના આઈપીઓ સામે 13 હજાર કરોડના બિડ ભરાયાં

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલિસી હોલ્ડર અને એમ્પ્લોયી પોર્શન ઓવર સબસ્ક્રાઈબ્ડ

બુધવારથી શરૂ થયેલા એલઆઈસીના રૂ. 21 હજાર કરોડના આઈપીઓ સામે પ્રથમ દિવસે જ 64 ટકા અર્થાત રૂ. 13440 કરોડના બિડ ભરાઈ ચૂક્યા છે. જેમાં પોલિસી હોલ્ડર અને એમ્પ્લોયી પોર્શન ઓવર સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. રિટેલ પોર્શન અડધાથી વધુ 57 ટકા ભરાયો છે. આઈપીઓ 9 મેએ બંધ થશે. એલઆઈસી આઈપીઓ માટે રિટેલ રોકાણકારે મહત્તમ રૂ. 904ની ઈશ્યૂ પ્રાઈઝ પર 15 શેર્સ માટે રૂ. 13560નું રોકાણ કરવુ પડશે.

કંપની 22 કરોડ ઈક્વિટી શેર્સ વેચી ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઈક્વિટી શેર્સની સંખ્યા વધુ હોવાથી મોટાભાગના અરજદારોને આઈપીઓ એલોટ થવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતે વ્યક્ત કર્યો છે. આઈપીઓ સાઈઝ ઘટાડવા પાછળનો હેતુ ફ્લોટિંગ રેટ અને વોલેટિલિટી ઘટાડવાનો છે. ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ મુજબ, 2018-19થી 2020-21 દરમિયાન વાર્ષિક નફો અને કુલ આવકો સતત વધી છે. સતત ડિવિડન્ડ ફાળવતી કંપની છે.

આગામી બુધવારે વધુ બે આઈપીઓ
આગામી બુધવારે વધુ બે કંપની ડિલ્હિવરી અને વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ આઈપીઓ લાવી રહી છે. ડિલ્હિવરી લિ. રૂ. 462-487ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 5235 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ગ્રે માર્કેટમાં ડિલ્હિવરી માટે રૂ. 35 પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. માર્કેટ લોટ 30 શેર્સનો રહેશે. જ્યારે વિનસ પાઈપ્સ 50.74 લાખ ઈક્વિટી શેર્સ વેચી 225 કરોડનો આઈપીઓ લાવી શકે છે. જેની પ્રાઈસ બેન્ડ જાહેર થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...