તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Laxmi Vilas Bank Administrator Said, The Bank Has Enough Money, Your Money Is Completely Safe

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લક્ષ્મી વિલાસ બેંકનું નિવેદન:બેંકના વહીવટદારની ડિપોઝીટર્સને ધરપત; બેંકની પાસે પૂરતા નાણાં, આપના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારે લક્ષ્મી વિલાસ બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી
  • આ નિર્ણય સરકારે ભારતીય રિઝર્વ બેંકની સલાહ પર લીધો છે

રિઝર્વ બેંક દ્વારા નિયુક્ત લક્ષ્મી વિલાસ બેંકના એડમિનિસ્ટ્રેટર ટી. એન. મનોહરને બુધવારે કહ્યું હતું કે બેંકની પાસે ડિપોઝીટર્સના પૈસા પરત કરવા માટે પૂરતા નાણાં ઉપલબ્ધ છે.

મનોહરને લક્ષ્મી વિલાસ બેંકના ડિપોઝીટર્સને આશ્વાસન આપતા કહ્યું હતું કે તેમની જમા રકમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમને ભયભીત થવાની જરૂર નથી.

આ સાથે તેમણે કહ્યું હતું કે લક્ષ્મી વિલાસ બેંકનું ડીબીએસ ઈન્ડિયા સાથે વિલિનીકરણ ઝડપથી સંપન્ન થવાની આશા છે. બેંકની પાસે 20000 કરોડ રૂપિયા જમા નાણાં છે જ્યારે તેણે 17000 કરોડ રૂપિયા લોન પેટે આપી રાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે કેન્દ્ર સરકારે લક્ષ્મી વિલાસ બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી હતી. તેના અંતર્ગત 16 ડિસેમ્બર સુધી બેંકના ગ્રાહકો માત્ર 25 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. આ જાણકારી એક નિવેદન દ્વારા નાણાં મંત્રાલયે આપી છે. આ નિર્ણય સરકારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ની સલાહ બાદ લીધો છે.

નાણાં મંત્રાલય અનુસાર, જો કે ખાસ શરતે જેમકે ઈલાજ, ઉચ્ચ શિક્ષણ માટે ફી ભરવા અને લગ્ન વગેરે કામો માટે ડિપોઝીટર્સ રિઝર્વ બેંકની અનુમતિ પછી 25 હજાર રૂપિયાથી વધુની રકમ ઉપાડી શકશે.

જ્યારે, આરબીઆઈએ લક્ષ્મી વિલાસના ડીબીએસ બેંક સાથેના વિલયની ડ્રાફ્ટ યોજના જાહેર કરી દીધી છે. આ યોજના અંતર્ગત સિંગાપોરની ડીબીએસ બેંક પોતાની ભારતીય બેંકમાં 2500 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો