તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Lack Of Hallmarking Centers Is The Biggest Challenge, Fear Of Increasing Errors From The New Rules

ગ્રાઉન્ડ રિપોર્ટ:હોલમાર્કિંગ કેન્દ્રોની અછત સૌથી મોટો પડકાર, નવા નિયમોથી ભૂલો વધવાની ભીતિ

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 જૂનથી દેશના 256 જિલ્લામાં લાગુ થઈ હતી અનિવાર્ય હોલમાર્કિંગની વ્યવસ્થા

દેશના 256 જિલ્લામાં ગોલ્ડ જ્વેલરી અને કલાકૃતિઓ પર અનિવાર્ય હોલમાર્કિંગની વ્યવસ્થા આ મહિનાથી લાગૂ થઈ ચૂકી છે. પરંતુ અત્યારસુધી આ વ્યવસ્થા સુચારૂ રૂપે લાગૂ થઈ શકી નથી. મોટાભાગના શહેરોમાં હોલમાર્કિંગ સેન્ટર્સ જરૂરિયાત સામે અછત ઉભી થઈ છે. પહેલાં હોલમાર્કિંગ કરાવવા એક દિવસ લાગૂ થતો હતો. હવે આશરે 3થી 4 દિવસ સુધીનો સમય લાગે છે.

તદુપરાંત આગામી દિવસોમાં નવા નિયમને લીધે જ્વેલર્સની ભૂલોમાં વધારો થશે. ગુજરાતમાં 23 હોલમાર્કિંગ સેન્ટર છે. જ્યાં 75-80 સેન્ટર્સની જરૂરિયાત છે. જ્વેલર્સને હોલમાર્ક કરાવવામાં 2થી3 દિવસનો સમય લાગી રહ્યો છે. જૂનમાં પ્રતિબંધોમાં રાહતો મળતા આર્થિક ગતિવિધિઓમાં તેજી જોવા મળી છે. જેનાથી ગોલ્ડ જ્વેલરીની માગ વેગવાન બની છે. એવામાં ગુજરાતમાં હોલમાર્કિંગ સેન્ટરની સંખ્યા ઝડપથી વધારવાની જરૂરિયાત ઉભી થઈ છે.

જ્યારે સુવર્ણ નગરી તરીકે પ્રચલિત મહારાષ્ટ્રના જલગાંવમાં 250થી વધુ જ્વેલર્સ છે. જેના માટે ઓછામાં ઓછા 6 સેન્ટરની જરૂર છે. પરંતુ હાલ માત્ર 3 હોલમાર્કિંગ સેન્ટર છે. એક હોલમાર્કિંગ સેન્ટર એક દિવસમાં મહત્તમ 300-400 આઈટમનુ હોલમાર્કિંગ કરી શકે છે. જયપુર સરાફ ટ્રેડર્સ સમિતિના અધ્યક્ષ કૈલાશ મિત્તલે જણાવ્યુ હતુ કે, સરકારે પ્રત્યેક જ્વેલરી આઈટમ માટે હોલમાર્ક યુનિટ આઈડેન્ટિફિકેશન (એચયુઆઈડી) નંબર લાગૂ કર્યો છે. જેથી જ્વેલર્સ મૂંઝવણમાં મુકાયા છે. નિયમોમાં વિસંગતિઓ વધી છે. જેને દૂર કરવી જરૂરી છે.

40 લાખ રૂપિયા સુધીના ટર્નઓવર વાળા વેપારીઓએ હોલમાર્કિંગ રજિસ્ટ્રેશનમાંથી છૂટ આપવામાં આવી છે. પરંતુ બીઆઇએસનું કહેવું છે કે, જો આવા જ્વેલર્સ હોલમાર્ક વાળી જ્વેલરી વેચશે તો તેમને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એજ રીતે સરકારે જૂનો સ્ટોક કાઢવા માટે તા. 31 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. જ્યારે બીઆઇએસના નવા આદેશ અનુસાર જ્વેલર્સે તા. 31 જુલાઇ સુધી તેની જાહેરાત કરવાની રહેશે.

હોલમાર્કિંગમાં નડી રહેલી મુશ્કેલીઓ..

  • નાની જ્વેલરી આઈટમની સંખ્યા વધુ હોવાથી હોલમાર્કિંગ સેન્ટર્સને તેની માહિતી રાખવામાં મુશ્કેલીઓ આવી રહી છે.
  • હોલમાર્ક માટે જ્વેલરી મોકલવાની સિસ્ટમ ઓનલાઈન થઈ છે. નાના-મધ્યમ જ્વેલર્સ તેમાં નિપુણ નથી.
  • એસએમઈ જ્વેલર્સને કોમ્પ્યુટર સિસ્ટમ, એક્સપર્ટ ડેડિકેટેડ સ્ટાફ રાખવો પડશે, જેનો ખર્ચ વધશે.

હોલમાર્કિંગ સેન્ટર ન વધાર્યા તો બિઝનેસ ડાઈવર્ટ થશે
જૂનમાં પ્રતિબંધો દૂર થયા બાદ માગ ફરી શરૂ થઈ છે. જો ગુજરાતમાં હોલમાર્કિંગ સેન્ટર્સની સંખ્યા એક બે માસમાં નહિં વધે તો બિઝનેસ બીજા રાજ્યોમાં ડાયવર્ટ થઈ શકે છે. કારીગર અન્ય રાજ્યોમાં શિફ્ટ થવાની ભીતિ છે.> આશિષ ઝવેરી, અમદાવાદ, જ્વેલર્સ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...