શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં ઝડપી વધારો:જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર સારો રહ્યો, 48 લાખથી વધુ ડીમેટ એકાઉન્ટ ખુલ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં લોકો શેર માર્કેટમાં ભાગ લઈ રહ્યા છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નાણાકીય વર્ષ 2022-23ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 48 લાખથી વધુ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા. એશિયાની પહેલી અને એકમાત્ર લિસ્ટેડ કંપની CDSLએ હાલમાં આ વાતની જાણકારી આપી છે.

CDSLએ ઓગસ્ટ મહિનામાં 7 કરોડ ડીમેટ એકાઉન્ટ રજિસ્ટર કર્યા
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીઝ(CDSL) ઓગસ્ટ 2022માં 7 કરોડ ડીમેટ એકાઉન્ટની નોંધણી કરનાર પહેલું ડિપોઝિટરી બન્યું છે. ગયા અઠવાડિયે સેન્ટ્રલ ડિપોઝિટરીએ 30 સપ્ટેમ્બર 2022ના રોજ પૂરા થયેલા અર્ધવર્ષ માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા. આ સમયગાળા દરમિયાન, CDSLની કુલ આવક વાર્ષિક ધોરણે 7% વધીને રૂ. 316 કરોડ થઈ છે. જ્યારે ચોખ્ખો નફો 8% ટકા ઘટીને રૂ. 138 કરોડ થયો છે.

તે જ સમયે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન CDSLની કુલ આવક ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 3% વધીને રૂ. 170 કરોડ થઈ હતી. જ્યારે ચોખ્ખો નફો 7% ઘટીને રૂ. 80 કરોડ થયો હતો. સીડીએસએલના એમડી અને સીઈઓ નેહલ વોરાએ જણાવ્યું હતું કે, "દિવાળીની ઉજવણીના પ્રથમ દિવસે ધનતેરસના શુભ અવસર પર આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતા અમને ખૂબ જ આનંદ થાય છે."

CDSL શું કરે છે?
CDSL દેશની એક ડિપોઝિટરી છે, જે રોકાણકારોના શેર, બોન્ડ, ડિબેન્ચર અને સિક્યોરિટીઝને કાગળની જગ્યાએ ઈલેક્ટ્રોનિક રૂપમાં સિક્યોર કરે છે. આ ડિપોઝિટરી બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) માટે કામ કરે છે. આ ભારતની બીજી ડિપોઝિટરી છે. તેનું વડુ મથક મુંબઈમાં છે. આ ડિપોઝિટરીને શેરની બેંક પણ કહેવામાં આવે છે.

ડીમેટ ખાતું કેવી રીતે ખોલવું?
તમે તેને બે ડિપોઝિટરીઝ સાથે ખોલી શકો છો. NSDL અને CDSL. જેને આપણે ડીમેટ એકાઉન્ટ કહીએ છીએ. આ પછી તમારે બ્રોકરેજ હાઉસમાં ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું પડશે. જો કે, જો તમે બ્રોકરેજ હાઉસ સાથે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલો છો, તો તે બ્રોકર ડીમેટ એકાઉન્ટનું કામ પણ કરી આપશે. ડીમેટ ખાતું ખોલવા માટે, તમારે PAN, બેંક ખાતું, તમારું ઓળખ કાર્ડ અને સરનામાનો પુરાવો જેવા દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે.

અન્ય સમાચારો પણ છે...