તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો રેકોર્ડ:જેફ બેઝોસની સંપત્તિમાં 8.4 બિલિયન ડોલરનો વધારો, પેન્ટાગને માઇક્રોસોફટનો કોન્ટ્રેક્ટ રદ કરતાં કંપનીના શેર વધ્યા

ન્યૂયોર્ક23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્લાઉડ-કમ્પ્યુટિંગનો માઇક્રોસોફટ કોર્પને અપાયેલો કોન્ટ્રેક્ટ રદ
  • બેઝોસે આ અઠવાડિયે જ અમેઝોનના CEO પદેથી રાજીનામું આપ્યું

વિશ્વના સૌથી ધનિક જેફ બેઝોસની સંપત્તિ મંગળવારે વધીને રેકોર્ડ 211 બિલિયન ડોલર થઈ છે. મંગળવારે પેન્ટાગને કલાઉડ કમ્પ્યુટિંગનો કોન્ટ્રેક્ટ માઈક્રોસોફટ કોર્પ સાથે રદ કરતાં અમેઝોનન.કોમ ઈન્કના શેરમાં 4.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ મુજબ આ વધારાના પગલે બેઝોસની સંપત્તિ 8.4 બિલિયન ડોલર વધી છે.

પેન્ટાગને માઈક્રોસોફટને આપેલો કોન્ટ્રેક્ટ રદ કરતાં શેરના ભાવ વધ્યા
પેન્ટાગને 2019માં ક્લાઉડ-કમ્પ્યુટિંગનો કોન્ટ્રેક્ટ માઈક્રોસોફટ કોર્પને 10 બિલિયન ડોલરમાં આપ્યો હતો, જેને મંગળવારે રદ કરવામાં આવ્યો છે. આ ડીલ અંગે છેલ્લા ઘણા સમયથી અમેરિકાની સરકાર અને ત્યાંની નામાંકિત કંપનીઓ વચ્ચે રકઝક ચાલતી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય માઈક્રોસોફટ અને તેની હરીફ અમેઝોનની વચ્ચે કામની વહેંચણી કરવાના ભાગરૂપે સરકારે લીધો છે.

જાન્યુઆરીમાં એલન મસ્કની સંપત્તિ રેકોર્ડ સ્તરે હતી
અગાઉ જાન્યુઆરીમાં બ્લૂમબર્ગ રેન્કિંગમાં તેસ્લા ઈન્કના એલન મસ્કની સંપત્તિ રેકોર્ડ 210 બિલિયન ડોલરે પહોંચી હતી. વર્ષના પ્રથમ ભાગમાં જેફ બેઝોસ અને એલન મસ્ક સતત ટોચ પર રહ્યા છે. જોકે બેઝોસે માર્ચથી પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે એ વખતે કંપનીના શેરમાં 20 ટકાનો વધારો નોંધાયો હતો.

શેરના ભાવ વધતાં મસ્કને પણ મોટો ફાયદો
છેલ્લા થોડા મહિનાઓમાં વધેલા શેરના ભાવને પગલે એલન મસ્કને પણ ઘણો ફાયદો થયો છે. તેઓ મંગળવારે તેસ્લાના ભાવ ઘટવા છતાં 180.8 બિલિયન ડોલરની સંપત્તિની સાથે બેજાસ પછી બીજા ક્રમે રહ્યા હતા. ફ્રેન્ચ લક્ઝરી ગુડસ મેગ્નટ બરનાન્ડ આરનોલ્ટ 168.5 બિલિયન ડોલરની સપત્તિ સાથે ત્રીજા ક્રમે રહ્યાં છે.

કોરોના મહામારી દરમિયાન પણ અમેઝોનના શેર વધ્યા હતા
વર્ષ 2020ની કોરોના મહામારી દરમિયાન પણ અમેઝોનનો શેર વધતાં બેઝોસની સંપત્તિ રેકોર્ડ 206.9 બિલિયન ડોલર રહી હતી. જોકે મંગળવારે કંપનીના શેરના ભાવ વધતા બેઝોસને વધુ એક સિદ્ધિ મળી છે. બેઝોસ 27 વર્ષ પછી આ અઠવાડિયે અમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) તરીકે રાજીનામું આપ્યું છે. જોકે તેઓ હાલ પણ કંપનીમાં 11 ટકા હિસ્સો ધરાવે છે અને તેઓ ફર્મના એક્ઝિક્યુટિવ ચેરમેન છે. બેઝોસની પૂર્વ પત્ની અને વિશ્વની 15મી ધનિક વ્યક્તિ મેકેન્ઝી સ્કોટની સંપત્તિમાં મંગળવારે 2.9 બિલિયન ડોલરનો વધારો નોંધાયા હતો.