તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Jeff Bezos Gave Two Formulas For Success, Saying Learn To Create More From Enjoyment, Time Will Be The Biggest Capital In The 21st Century!

ભાસ્કર વિશેષ:જેફ બેઝોસે સફળતાનાં બે સૂત્ર આપ્યાં, કહ્યું ઉપભોગમાંથી વધુ સર્જન કરતા શીખો, 21મી સદીમાં સમય જ સૌથી મોટી મૂડી હશે!

ન્યુયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેઝોસે એમેઝોનના સીઈઓ તરીકે શેરધારકોને નામે અંતિમ પત્ર લખ્યો, એન્ડી જેસી નવા સીઈઓ
  • વેલ્યુ આપ્યા વગર કોઈ પણ બિઝનેસ સફળ થતો નથી, આપણા માટે ગ્રાહક અને તેનો સંતોષ જ પ્રાથમિકતા

એમેઝોનના સંસ્થાપક 57 વર્ષના જેફ બેઝોસે ગુરુવારે સીઈઓનું પદ છોડતા પહેલાં શેરધારકોને અંતિમ પત્ર લખ્યો. 2020માં દર સેકન્ડે રૂ.1.81 લાખ કમાનારા બેઝોસે પત્રમાં કંપનીનું વિઝન બતાવતા ભવિષ્યમાં પોતાના 13 લાખ કર્મચારીઓની સુરક્ષા અને જળવાયુ પરિવર્તન મુદ્દે સાથ આપવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો. એ પણ જણાવ્યું કે, કેવી રીતે એમેઝોનને રૂ.120 લાખ કરોડની કંપની બનાવશે. બેઝોસના પત્રના સંપાદિત અંશ...

જો તમે બિઝનેસમાં સફળ થવા માગો છો(જીવનમાં અને હકીકતમાં પણ), તો તમારે ઉપભોગમાંથી વધુ પેદા કરવાનું શીખવું પડશે. તમારું લક્ષ્ય એ બધી વસ્તુ માટે કિંમત પેદા કરવાનું હોવું જોઈએ, જેની સાથે તમે રોજિંદા જીવનમાં સંકળાયેલા છે. કોઈ પણ બિઝનેસ વેલ્યુ પેદા કરી શકતો નથી, તે ભલે જ સફળ દેખાતો હોય, પરંતુ તે લાંબો સમય ટકી શકે નહીં. આપણા માટે આપણો ગ્રાહક જ સર્વોપરી છે.

આપણે તેમની કિંમત, પસંદગી માટે એક મોટી શ્રૃંખલા અને ફાસ્ટ ડિલિવરી આપીએ છીએ. સાથે જ આપણે ધ્યાન રાખવાનું છે કે તેમનો સમય કેવી રીતે બચાવવો. વાત જ્યારે ગ્રાહકની હોય તો આપણે સમયથી આગળ ચાલવું પડશે. એમેઝોન પર ગ્રાહક પોતાની 28% ખરીદી 3 મિનિટ કે તેનાથી ઓછા સમયમાં પૂરી કરે છે. સંપૂર્ણ ખરીદીનો અડધો ભાગ 15 મિનિટથી પણ ઓછા સમયમાં પૂરો થઈ જાય છે.

જો આપણે તેની સરખામણી પારંપરિક સ્ટોરની ખરીદી સાથે કરીએ તો ડ્રાઈવિંગ કરીને સ્ટોર સુધી જવું, પાર્કિંગ માટે જગ્યા મેળવવી, સ્ટોરમાં ખરીદી પછી ચેકઆઉટની લાઈનની રાહ જોવી અને અંતમાં પોતાની કાર શોધીને પાછા ઘરે સુધી આવવું. એટલે વિચારો ગ્રાહક તમામ ગતિવિધિ પાછળ પોતાનો કેટલો સમય વેડફે છે. 21મી સદીમાં સમય જ સૌથી મોટું ધન હશે. આપણે સમયની બચતને ગ્રાહકની વેલ્યુમાં તબદીલ કરવાની છે. ગ્રાહક અને તેનો સંતોષ જ આપણી સૌથી પહેલી પ્રાથમિકતા છે.

મને મારા 13 લાખ સાથીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમની લગન અને સમર્પણને કારણે જ અમે દુનિયાની સૌથી મોટી કંપની અને કામ માટે સૌથી સુરક્ષિત સ્થાન તરીકે ઓળખાઈએ છીએ. અમારા પર એવા આરોપ લાગે છે કે, અમારે ત્યાં કામનું દબાણ વધુ હોય છે, પરંતુ મારા મતે અસલી પરખ જ કામના દબાણમાં છે. અમારા કર્મચારી કલાકો સુધી પોતાની સેવાઓ આપે છે અને અમને તેમના પર ગર્વ છે. એન્ડી જેસી (નવા સીઈઓ) પણ આ વાતને સારી રીતે જાણે છે.’

અન્ય સમાચારો પણ છે...