તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Japan's Venture Fund Breaks Silicon Valley Monopoly, Shows Future Of Technology In Asia As Well As US

ઇકોનોમિસ્ટમાંથી:જાપાનના વેન્ચર ફંડે સિલિકોન વેલીનો એકાધિકાર તોડ્યો, બતાવ્યું કે, ટેકોનોલોજીનું ભવિષ્ય અમેરિકાની સાથે એશિયામાં પણ છે

વોશિંગ્ટન8 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિલિકોન વેલીની ફાઇલ તસવીર.

ચાર વર્ષ અગાઉ સોફ્ટ બેન્ક ગ્રૂપના વડા સોન માસાયોશીએ મધ્ય પૂર્વની યાત્રા દરમિયાન કહ્યું હતું કે, જો હું કોઈ ફંડ શરૂ કરીશ તો તે ટેક્નોલોજીની સમગ્ર દુનિયાને હચમચાવી દેશે. તેઓ સિલિકોન વેલીના વેન્ચર કેપિટલિસ્ટની સામે એક નવું રોકાણ ફંડ તૈયાર કરી રહ્યા હતા. આખરે તેમના વિઝન ફંડમાં રૂ. 7.23 લાખ કરોડ ભરાયા છે. તેમણે બાઈટડાન્સ, ઉબર સહિત દુનિયાની કેટલીક ટોચની કંપનીઓમાં ભાગીદારી ખરીદી હતી. ટેક્નોલોજી શેરમાં ઉછાળા છતાં તેમના રોકાણના સારા પરિણામ મળ્યા નથી. છતાં પણ વિઝન ફંડે નવા યુગની શરૂઆત કરી છે, જેમાં અમેરિકાની મૂડી અને ત્યાંની નવી કંપનીઓનો દબદબો નથી.

અનેક દાયકા સુધી સેનફ્રાન્સિસ્કોના વેન્ચર કેપિટલ ફંડ સંભાવનાશીલ સ્ટાર્ટઅપને ઓળખીને તેમાં પૈસા રોકતા રહ્યા છે. વિઝન ફંડે બીજા નિયમ લાગુ કર્યા. તેણે વેન્ચર કેપિટલને કેલિફોર્નિયાના પ્રભુત્વમાંથી બહાર કાઢ્યું. તેનું મુખ્ય રોકાણકાર સાઉદી અરબનું સોવરીન વેલ્થ ફંડ હતું. વિઝન ફંડે 92 કંપનીઓમાં મૂડી રોકી છે. જેમાંથી કેટલીક એક-બીજા સાથે જ હરિફાઈ કરે છે. વિઝન ફંડે અત્યાર સુધી રૂ.6.5 લાખ કરોડનું રોકાણ કરીને રૂ.58656 કરોડ ભેગા કર્યા છે.

ટેક્નોલોજી અંગે સોનનો આશાવાદ સાચો છે, પરંતુ તેમનું ફંડ નેસ્ડાક ટેક ઈન્ડેક્સમાં ઘણું પાછળ છે. જે મે, 2017 પછી 99% વધ્યું છે. તેના નબળા પ્રદર્શનને લીધે તેમની રણનીતિમાં ખામીઓ દેખાય છે. રાઈડ શેરિંગથી માંડીને ફૂડ ડિલીવરી કંપનીઓમાં પૈસા રોકવાથી તેમનું મૂલ્ય વધ્યું અને ઉદ્યમીઓને નુકસાનકારક યુદ્ધમાં લડવાનું પ્રોત્સાહન મળ્યું. જોકે, ખોટા રોકાણને લીધે વિઝન ફંડને આ વર્ષે જુન સુધીમાં રૂ.1.6 લાખ કરોડનું નુકસાન વેઠવું પડ્યું છે.

ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રી હવે બીજી દિશામાં ચાલી રહી છે. કંપનીઓને જાહેરમાં મુકાઈ છે, જેથી વિવિધ સ્રોત દ્વારા મૂડી એકઠી કરી શકે. તેમના પર સંસ્થાગત રોકાણકારોનું નિયંત્રણ રહે. એન્ટ ગ્રૂપ અને એરબીએબી સહિત 30 સર્વોચ્ચ યુનિકોનમાં અડધાથી વધુ લિસ્ટેડ થઈ ચુકી છે કે થવાની છે. સોનના વિઝન ફંડને ફાયદો થશે, કેમ કે તેમની કંપનીઓ ઊંચી કિંમત સાથે શેરબજારોમાં છલાંગ લગાવશે.

ગ્લોબ વિઝન સામે મુક્યું
વિઝન ફંડે નવી શરૂઆત કરી છે. આ વર્ષે અમેરિકામાં 82% વેન્ચર કેપિટલ સોદામાં સોવરીન વેલ્થ ફંડ અને કંપનીઓ સહિત બિનપારંપરિક રોકાણકાર સામેલ છે. વિઝન ફંડે ભારત, દક્ષિણ પૂર્વ એશિયા અને ચીનમાં મોટું રોકાણ કરીને વૈશ્વિક દૃષ્ટિકોણ રજુ કર્યો છે. તેણે બતાવ્યું કે, અમેરિકાની જેમ ટેક્નોલોજીનું ભવિષ્ય એશિયામાં પણ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો