તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારનો ગુસ્સો:ચીનના દિગ્ગજોની યાદીમાંથી જેક માનું નામ હટાવી દેવાયું

બેઇજિંગ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
એક વર્ષ પહેલાં જેક માએ ચીનની નાણાકીય નિયામક સંસ્થાઓ અને બેન્કિંગ સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા હતા. - Divya Bhaskar
એક વર્ષ પહેલાં જેક માએ ચીનની નાણાકીય નિયામક સંસ્થાઓ અને બેન્કિંગ સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા હતા.

ચીનના દિગ્ગજ ઉદ્યોગપતિ જેક મા સામેનો ચીન સરકારનો ગુસ્સો હજુ ઓછો નથી થયો. ચીનના મીડિયાના અહેવાલો પ્રમાણે ચીન સરકારે હવે તેમનું નામ દિગ્ગજ ટેક ગુરુઓની યાદીમાંથી પણ હટાવી દીધું છે. શાંઘાઈ સિક્યોરિટીઝ ન્યૂઝના પહેલા પાને ચીનના ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજ બિઝનેસમેનની યાદી પ્રકાશિત કરાઈ છે તેમાં બહુરાષ્ટ્રીય કંપની ‘અલીબાબા’ના સ્થાપક જેક માનું નામ ગાયબ છે.

આ યાદીમાં હ્યુઆવે ટેક્નોલોજીઝના ઝેંગફેઈ, શાઓમી કોર્પના લેઈ જૂન અને બીવાઈડીના વેંગ ચુઆનફૂ જેવા ઉદ્યોગપતિઓનાં નામ છે. આ યાદીમાં ચીનના આર્થિક વિકાસમાં તેમના યોગદાનને પણ વખાણવામાં આવ્યું છે. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’એ પણ તંત્રી લેખમાં આ યાદી જાહેર કરી છે.

ચીન જેક મા પર ગુસ્સે કેમ છે?
એક વર્ષ પહેલાં જેક માએ ચીનની નાણાકીય નિયામક સંસ્થાઓ અને બેન્કિંગ સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા હતા. જેક માએ જાહેર કહ્યું હતું કે આ બંને ક્ષેત્રમાં ચીન સરકારે ઘણા સુધારા કરવા જરૂરી છે. જોકે, જેક માની આવી જાહેર ટીકા અને સૂચન ચીની પ્રમુખ શી જિનપિંગની સરકારને હજમ ના થયા. બાદમાં ઓક્ટોબર 2020માં જેક મા લાપતા થઈ ગયા. ત્યારે અહેવાલો હતા કે ચીને તેમને નજરબંધ કર્યા છે. જોકે, આ વર્ષે જાન્યુઆરીમાં તેઓ ફરી જાહેરમાં દેખાયા એટલે એ સમાચારો પર પૂર્ણવિરામ લાગ્યું. પરંતુ ચીને અલીબાબા જૂથ વિરુદ્ધ અનેક મામલામાં તપાસ શરૂ કરી છે. આમ તેમની સામે ચીન દ્વારા કડક પગલાં લેવાનું હજુ ચાલુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો