તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Jack Ma, The World's Third Richest Chinese Billionaire, Has Disappeared For Two Months, Appearing Nowhere After Criticizing The Chinese Government.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાઇનીઝ મિસ્ટ્રી:વિશ્વના ત્રીજા સૌથી ધનાઢ્ય ચીની અબજપતિ જૅક મા બે મહિનાથી ગાયબ, ચીની સરકારની ટીકા કર્યા પછી ક્યાંય દેખાયા નથી

22 દિવસ પહેલા
  • 24 ઑક્ટોબરે જૅક માએ ચીની સરકારની નીતિઓની કડક ટીકા કરી હતી, ત્યારથી ચીની સરકારની ખફગી વહોરી લીધી છે
  • શી જિનપિંગે જૅક માની કંપનીનો 37 અબજ ડૉલરનો ગંજાવર IPO પણ કેન્સલ કરાવી દીધો હતો

ગંજાવર ચાઇનીઝ કંપની 'અલીબાબા'ના સ્થાપક અને ચીનના એક સમયના નંબર વન ધનાઢ્ય ઉદ્યોગપતિ એવા જૅક મા છેલ્લા બે મહિના કરતાં પણ વધુ સમયથી ગાયબ છે. ઑક્ટોબર મહિનામાં તેમણે ચીની સરકારની ટીકા કરી હતી, ત્યાર પછી તેઓ ક્યાંય દેખાયા નથી. તેમના પોતાના ટેલન્ટ શૉ 'આફ્રિકાઝ બિઝનેસ હીરોઝ'ના ફાઇનલ એપિસોડમાં તેઓ જજ તરીકે દેખાવાના હતા, એમાં પણ તેમને બદલે અલીબાબાની લ્યુસી પેન્ગ નામનાં અધિકારીને બેસાડી દેવામાં આવ્યાં હોવાના ન્યૂઝ આવતાં આ અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. શોની વેબસાઇટ પર જજની પેનલમાંથી પણ જૅક માની તસવીર હટાવી લેવામાં આવી હતી.

શું હતું વિવાદાસ્પદ સ્પીચમાં?
24 ઑક્ટોબર, 2020ના રોજ આપેલી સ્પીચમાં તેમણે ચીનના વ્યાજખોર ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ અને ચીનની સરકારી બેંકોની નીતિઓની કડક ટીકા કરી હતી. જૅક માએ ચાઇનીઝ સરકારને બિઝનેસમાં નવાં ઇનોવેશન્સ કરવાનો રસ્તો રોકતી સિસ્ટમમાં ફેરફાર કરવાની પણ અપીલ કરી હતી. ગ્લોબલ બેન્કિંગના નિયમોને તેમણે 'ઓલ્ડ પીપલ્સ ક્લબ' એટલે કે ઘરડાઘર જેવી ઉપમા પણ આપી હતી.

સ્વાભાવિક રીતે જ આ ભાષણને કારણે ચીનની રૂઢિચુસ્ત સામ્યવાદી સરકાર ગુસ્સામાં રાતીચોળ થઈ ગઈ હતી. તેમણે જૅક માની ટિપ્પણીઓને પોતાની કમ્યુનિસ્ટ પાર્ટી પરના સીધા પ્રહાર તરીકે લીધી.

જિનપિંગના આદેશ પર જૅક મા પર પસ્તાળ પડી
આ સ્પીચના એક જ મહિના પછી નવેમ્બર 2020માં ચાઇનીઝ અધિકારીઓએ જૅક માના એન્ટ ગ્રુપનો 37 અબજ ડૉલરનો ગંજાવર IPO રદ કરાવી દીધો. 'ધ વૉલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ પ્રમાણે આ IPO રદ કરવાનો આદેશ સીધો રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફથી આવ્યો હતો. એ પછી જૅક માને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી અલીબાબા ગ્રુપ સામે ચાલી રહેલી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી જૅક મા દેશની બહાર નહીં જઈ શકે.

એ પછી હવે આ રિયાલિટી શોમાંથી પણ જૅક મા ગાયબ થવાના ન્યૂઝ આવ્યા છે. દરમિયાન જૅક મા બે મહિનાથી ક્યાંય દેખાયા નથી. આ વિવાદાસ્પદ સ્પીચ પહેલાં 10 ઑક્ટોબરે જૅક માએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પ્રિન્સ વિલિયમ-કેટ અને અન્ય ગ્લોબલ લીડર્સ ક્લાયમેટ ચેન્જ માટેના અર્થશોટ પ્રાઇઝની ઇવેન્ટમાં સ્ટેજ શૅર કરવાની તક બદલ આભાર વ્યક્ત કરતી પોસ્ટ મૂકી હતી. એ પછી તેમનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ સૂનાં પડ્યાં છે.

ભારતમાં પણ જૅક માનું ગંજાવર રોકાણ છે
ભારતમાં જૅક માના અલીબાબા ગ્રુપનું પેટીએમ, ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમેટો, ઈ-ગ્રોસરી સર્વિસ બિગ બાસ્કેટ, ઈ-કોમર્સ કંપની સ્નેપડીલ અને તેની લોજિસ્ટિક્સ પાંખ એક્સપ્રેસબીસ વગેરેમાં ધરખમ રોકાણ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser