તાલિબાને ભલે અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે પણ અફઘાનિસ્તાનની 10 અબજ ડોલરની રકમ સરળતાથી મેળવવી મુશ્કેલ બની શકે છે. નિષ્ણાતોના મતે અફઘાનિસ્તાનની મધ્યસ્થ બેંકે મોટાભાગની સંપત્તિ અફઘાનિસ્તાનમાંથી બહાર રાખી છે. આ સ્થિતિમાં તાલિબાની શાસક અફઘાનની મધ્યસ્થ બેન્કની 10 અબજ ડોલરની સંપત્તિ પર સરળતાથી નિયંત્રણ કરી શકશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વહિવટી તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે અફઘાન સરકારના મધ્યસ્થ બેન્કના અમેરિકામાં જે પણ સંપત્તિ છે તે તાલિબાનને આપવામાં આવશે નહીં.
અફઘાનિસ્તાનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે દેશની મધ્યસ્થ બેન્ક- ધ અફઘાનિસ્તાન બેન્ક (DAB)એ પોતાની તિજોરીમાં વિદેશી ભંડોળ, સોનુ અને અન્ય ખજાનાને છૂપાવી રાખ્યો છે. જોકે, બેન્કના કુલ ખજાની ચોક્કસ માહિતી મળી શકી નથી.
મોટાભાગની સંપત્તિ દેશની બહાર છે
અફઘાનિસ્તાનની મોટાભાગની સંપત્તિ દેશની બહાર રાખવામાં આવી છે. આ સંપત્તિ તાલિબાની લડાકૂની પહોંચથી દૂર છે. DABના ગવર્નર અજમલ અહમદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમણે રવિવારે બેન્કનું પદ છોડી દીધુ છે. અફઘાનિસ્તાનનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને અન્ય મુખ્ય અધિકારીઓ અગાઉથી દેશ છોડી બહાર જતા રહ્યા છે. તાલિબાને શરિવારે એક નિવેદનમાં કહ્યું કે સંપત્તિ, જાહેર સુવિધાઓ અને સરકારી કાર્યાલય રાષ્ટ્રની સંપત્તિ હતી. તેની ઉપર ચાંપતી નજર રાખવી જોઈએ.
1.3 અબજ ડોલર કિંમતનો સોનાનો જથ્થો છે
તાજેતરના નિવેદનથી જાણવા મળ્યું છે કે DAB પાસે 10 અબજની કુલ સંપત્તિ છે. તેમા 1.3 અબજ ડોલર સોનાનો ભંડાર અને 36.2 કરોડ ડોલરનું વિદેશી હૂંડિયામણ છે. વિકાસશીલ દેશોની મોટાભાગની મધ્યસ્થ બેન્ક મોટાભાગે ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂયોર્ક (FRBNY)અથવા બેન્ક ઓફ ઈંગ્લેડ જેવી સંસ્થા પાસે વિદેશોમાં પોતાની સંપત્તિ ધરાવે છે.
101 અબજ અફઘાની કરન્સીના સોનાના બાર્સ છે
DABના મતે FRBNY પાસે અફઘાનની મધ્યસ્થ બેન્કના 101.77 અબજ અફઘાની કરન્સીની કિંમત ધરાવતા સોનાની ઈંટ છે. આ સાથે 1.32 અબજ ડોલર તિજોરીમાં હતા. DABના જૂનના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બેન્ક પાસે 6.1 અબજ ડોલરનું રોકાણ પણ છે. વર્ષના અંત ભાગના અહેવાલમાં જાણવા મળ્યું છે આ પૈકી મોટાભાગનું રોકાણ અમેરિકાના ટ્રેઝરી બોન્ડ્સ અને બિલ્સમાં કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.