તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપોર્ટ:IT અને બિઝનેસ સર્વિસ માર્કેટ 13 અબજ ડોલરનું બનશે : આઈડીસી

નવી દિલ્હી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના લીધે આઈટી સર્વિસ માર્કેટનો ગ્રોથ ઘટ્યો

દેશનુ આઈટી અને બિઝનેસ સર્વિસ માર્કેટ ડિસેમ્બર અંત સુધી વાર્ષિક 5.4 ટકાના ગ્રોથ સાથે 13 અબજ ડોલરે પહોંચશે. રિસર્ચ કંપની આઈડીસીના રિપોર્ટ અનુસાર, સેગમેન્ટમાં જાન્યુઆરીથી જૂન,2020 દરમિયાન 5.3 ટકાનો વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો હતો. જે ગતવર્ષે સમાનગાળામાં 8.9 ટકા હતો. આઈટી અને બિઝનેસ સર્વિસ માર્કેટમાં આઈટી સર્વિસનો હિસ્સો 77.4 ટકા રહ્યો હતો. જે વાર્ષિક 5.9 ટકાના દરે વધ્યો છે. ગતવર્ષે 9.3 ટકા ગ્રોથ જોવા મળ્યો હતો. 2021થી આઈટી સર્વિસ માર્કેટ પુન: ઝડપથી વૃદ્ધિ નોંધાવશે.

2019-2024 દરમિયાન સીએજીઆર 7.2 ટકા રહેવાનો અંદાજ છે. 2024 સુધી 13.4 અબજ ડોલરનુ આઈટી સર્વિસ માર્કેટ બનશે. કોવિડ-19 મહામારીના લીધે આઈટી સર્વિસ માર્કેટનો ગ્રોથ રેટ ઘટાડવામાં આવ્યો છે. આ વર્ષે પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં ક્લાઉડ એપ્લિકેશનના વપરાશમાં વૃદ્ધિ સાથે સર્વિસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત સેવાઓ આપતી એપ્લિકેશનમાં ગ્રોથ વધુ જોવા મળ્યો છે.

પીએન લાયન્સ માટેની માગ સતત વધી રહી છે. તેમજ ઉચ્ચ નેટવર્ક કનેક્ટિવિટી માટે જરૂરિયાતો પણ વધી છે. નેટવર્ક સર્વિસિઝ ઝડપથી નવી ટેક્નોલોજી અપનાવી રહી છે. આઈડીસી ઈન્ડિયાના આઈટી સર્વિસ માર્કેટ એનાલિસ્ટ ગરિમા ગોયન્કાએ જણાવ્યુ હતુ કે, આઈટી સર્વિસ વેન્ડર્સની ભૂમિકા વધી છે. વિભિન્ન ટેક્નોલોજીસ, સોલ્યુશન્સ, શ્રેષ્ઠ સેવાઓ તેમજ ફ્રેમવર્કની ખાતરી સાથે કંપનીઓ વેન્ડર્સને સતત સહાયરૂપ બની રહી છે.

પડકારજનક સમયમાં કંપનીઓ એપ્કિલેકશન્સ, વીપીએન લાયન્સ, એન્ડપોઈન્ટ ડિવાઈસ, સાયબરસિક્યુરિટી સોલ્યુશન્સ, ક્લાઉટ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઓટોમેશનમાં રોકાણો વધારી રહી છે. વેન્ડર્સે સરકાર અને આરોગ્ય વિભાગને મદદ કરવા એઆઈ આધારિત એપ્લિકેશન્સ લોન્ચ કરી છે.

BFSI, હેલ્થકેર જેવા સેક્ટરમાં આઈટી રોકાણ વધ્યું
બીએફએસઆઈ, હેલ્થકેર, ટેલિકોમ, IT/IteS, ગવર્નમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ જેવા ટોચના સેક્ટર્સમાં આઈટી રોકાણો વધ્યા છે. વેપારમાં સાત્ત્યતતા અને ટકાઉ ગ્રોથ જાળવી રાખવાના ભાગરૂપે સેક્ટર્સ એકંદરે એક્સપિરિયન્સમાં સુધારો કરી રહ્યા છે. આઈડીસી ઈન્ડિયાના એન્ટરપ્રાઈઝ સોફ્ટવેર એન્ડ આઈસીટી સર્વિસના સિનિયર રિસર્ચ મેનેજર શ્વેતા વૈધે આ અંગે જણાવ્યુ હતુ. સરકારે કર્મચારી અને બિઝનેસમેનની અનુકૂળતાને ધ્યાનમાં રાખી વર્ક ફ્રોમ હોમ સંબંધિત વેપારની અન્ય નીતિ-નિયમો હળવા કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...