તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈરડાએ 2020માં કોરોના મહામારીની અફરાતફરીમાં કોરોના વાયરસ સંબંધિત આરોગ્ય સુવિધાઓ આપતી ચોક્કસ ઈન્સ્યોરન્સ પોલિસી પૂરી પાડતાં કોરોના કવચથી લઈ કોરોના રક્ષક જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી. આ વર્ષે રેગ્યુલેટરે નવી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સ લોન્ચ કરવા સહિત અનેક પહેલો કરી હતી. જેમાં ગ્રાહકોનો વિશ્વાસ વધારવા કેવાયસી નિયમોને હળવા પણ કર્યા. માર્ચથી કોવિડ-19 ફેલાયા બાદ રેગ્યુલેટરે સારવાર સંબંધિત દવાથી માંડી હોસ્પિટાઈઝેશન સુધીના તમામ દાવાઓની પતાવટ ઝડપથી કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ ઈરડાએ ઈન્સ્યોરન્સ કંપનીઓને કોરોના વાયરસ સંબંધિત સારવારના ખર્ચને આવરી લેતી ચોક્કસ પ્રોડક્ટ્સ ડિઝાઈન કરવા કહ્યુ હતું. ટૂંકસમયમાં જ કોરોના કવચ પોલિસી લોન્ચ થઈ હતી.
છેલ્લા છ મહિનામાં રેગ્યુલેટરે આરોગ્ય સંજીવની, કોરોના રક્ષક, અને કોરોના કવચ સહિત અનેક નવી ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ લોન્ચ કરી હતી. સ્ટાન્ડર્ડ ઈન્સ્યોરન્સ પોલિસી લોન્ચ કરતાં ગ્રાહકો સુધી સરળતાથી સેવાઓ પહોંચાડવા અનેક પહેલો પણ હાથ ધરાઈ હતી. એચડીએફસી લાઈફના સીએફઓ નીરજ શાહે જણાવ્યુ હતુ કે, રેગ્યુલેટરે ગ્રાહકો સુધી લાભ પહોંચાડવા પ્રોડક્ટ્સની વહેંચણી, ઈનોવેશનને સહાય, ગ્રાહકલક્ષી વલણ અને દૂરંદેશિતા અપનાવી હતી. ઈન્સ્યોરન્સ પ્લાન માટે ઓટીપી આધારિત સમંતિ વીડિયો કેવાયસી, વૈક્લપિક હસ્તાક્ષરો જેવી સુવિધાઓ ગ્રાહકોના હિતમાં છે. સુરક્ષા અને નિવૃત કેટેગરીમાં દાયકાઓથી તકો રહી છે. જે બચત કરતાં ઝડપથી વધશે. જાગૃત્તતા સાથે ઈન્સ્યોરન્સની માગ વધશે. તેમજ લાંબાગાળાની બચતોને જાળવી રાખવા ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સની ખરીદી વધી રહી છે.
તમામ વર્ગને આવરી લેતી સરલ જીવન વીમા લોન્ચ કરવા નિર્દેશ
ઈરડાએ સમાજના તમામ વર્ગોને અનુકૂળ અને વાજબી ભાવે ઈન્સ્યોરન્સ ઉપલબ્ધ કરાવવા તમામ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓને સરલ જીવન વીમા નામની વ્યક્તિગત ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ લોન્ચ કરવા નિર્દેશ કર્યો છે. જે લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટર માટે બદલાવકારી પહેલ છે. જેનો હેતુ ભારતના તમામ નાગરીકોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો કરવાનો છે. સરલ જીવન વીમા પ્રોડક્ટ 1 જાન્યુઆરી, 2021થી લોન્ચ થશે.
જુલાઈ સુધી પારંપારિક હેલ્થ પ્રોડક્ટ્સની માગ રહી હતી
જુલાઈ સુધી પારંપારિક હેલ્થ પ્રોડક્ટ્સની માગ રહી હતી. કોવિડની સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સ લોન્ચ થયા બાદ કોવિડ આધારિત પ્રોડક્ટ્સની ખરીદી વધી હતી. સ્ટાર હેલ્થ અને એલાઈડ ઈન્સ્યોરન્સના મેનેજિગ ડિરેક્ટર આનંદ રોયે જણાવ્યુ હતુ કે, મહામારીએ વીમા કંપનીઓને ગ્રાહકો સુધી સુવિધા તેમજ ક્લેમ સેવાઓ પહોંચાડવા ડિજિટલ માધ્યમ અપનાવવા દબાણ કર્યુ હતું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.