સ્ટોક સ્પ્લિટ:IRCTC એક વર્ષમાં 25 કરોડની ખોટમાંથી 83 કરોડના નફામાં આવી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષમાં આવક 84% વધી, શેરમાં 118.30નો ઉછાળો
  • IRCTCના રૂ. 10ના શેરનું પાંચ શેરમાં વિભાજન કરાશે

રેલવેમાં કેટરિંગ સર્વિસ, ઓનલાઇન ટિકિટ વેચાણ અને પેકેજ વોટર વેચાણ સાથે સંકળાયેલી ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ તેના રૂ. 10ની મૂળકિંમત ધરાવતા એક શેરનું રૂ. 2ની મૂળકિંમત ધરાવતાં પાંચ શેર્સમાં વિભાજન કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોસેસ ત્રણ માસમાં પૂર્ણ થઇ જવાની ધારણા કંપનીએ વ્યક્ત કરી છે.

કંપનીના આ નિર્ણયને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી મળી ગઇ હોવાના અહેવાલો પાછળ આજે શેર રૂ. 118.30 (4.6 ટકા)ના ઉછાળા સાથે રૂ. 2689.85ની સપાટીએ બંધ રહ્યો હતો. તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન એક તબક્કે રૂ. 2727.95ની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયો હતો. કંપનીનો આ નિર્ણય રેલવે મિનિસ્ટ્રી અને અન્ય શેરધારકોની મંજૂરીને આધિન રહેશે.

સ્ટોક સ્પ્લિટ શું છે?
કંપની તેના વર્તમાન શેરધારકોને હોલ્ડિંગ મૂલ્યમાં ફેરફાર સિવાય શેરનું વિભાજન કરીને વધુ શેર્સ ફાળવે છે. જેનાથી શેર્સની સંખ્યા વધે છે અને તેની કિંમતમાં તેને આનુસંગિક ઘટાડો થાય છે. જેથી રિટેલ રોકાણકારો વધુ આકર્ષાય અને શેર્સની લિક્વિડિટી વધે. જોકે, કંપનીની માર્કેટવેલ્યૂ એટલી જ રહે છે.

રૂપિયા 320ની IPO કિંમત સામે જંગી રિટર્ન
કંપનીએ 2019માં શેરદીઠ રૂ. 320ની પ્રાઇસ સાથે ઇશ્યૂ યોજ્યો હતો. ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં અત્યારે શેરનો ભાવ 8.5 ગણા આસપાસ વધી ગયો છે. વિભાજન પછી શેરની સંખ્યા 25 કરોડથી વધી 125 કરોડ થશે.

અન્ય સમાચારો પણ છે...