• Gujarati News
  • Business
  • Iran Can Import Rice From Pakistan Instead Of India, The Country's Exporters Demanded A Solution From The Central Government

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ:ભારતના બદલે પાકિસ્તાનમાંથી ચોખાની આયાત કરી શકે છે ઈરાન, દેશના નિકાસકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ ઉકેલ શોધવા માગ કરી

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: મોહિન્દ્રસિંહ કરનાલ
  • કૉપી લિંક
  • અમેરિકા અને ઈરાન વચ્ચે જારી તણાવની અસર ચોખાના ઉદ્યોગ પર નિકાસકારોના 1800 કરોડ ફસાયા

અમેરિકા અને ઈરાન વચ્ચે જારી તણાવની સીધી અસર ભારતીય ચોખા ઉદ્યોગ અને અનાજની ખેતી પર પડી રહી છે. ઈરાન સાથે ચોખા નિકાસ પર બ્રેક લાગતા બાસમતી ચોખાના નિકાસકાર અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યુ છે.

રાઈસ એક્સપોર્ટર એસોસિએશને જણાવ્યુ હતુ કે, ઈરાનમાં થતી ચોખાની નિકાસ આશરે 1800 કરોડના પેમેન્ટ અટવાયા છે. ચોખાની નિકાસ પર મંદીને લીધે મંડીઓમાં ખેડૂતોને બાસમતી ચોખાના યોગ્ય ભાવ મળી રહ્યા નથી.

ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટર કમિટીના મહાસચિવ પંકજ ગોયલે જણાવ્યુ હતુ કે, ઈરાન ભારતીય બાસમતી ચોખાનો સૌથી મોટો ખરીદદાર છે. દેશમાંથી થતી બાસમતી ચોખાની નિકાસનો આશરે 35 ટકા હિસ્સો ઈરાનમાં જાય છે. ગત વર્ષે આશરે 14.50 લાખ મેટ્રિક ટન ચોખાની નિકાસ ઈરાનમાં થઈ હતી. ઈરાન સાથેના વેપારમાં આવેલી અડચણોની સૌથી વધુ અસર ચોખા ઉદ્યોગને થઈ છે. ઈરાનમાં નિકાસ થતા ચોખામાં 2/3નો ઘટાડો નોંધાયો છે. સામાન્ય સ્થિતિમાં ઈરાન સાથે ક્રૂડના બદલામાં ચોખાનો વેપાર થતો હતો. પરંતુ ભારતે ઈરાનમાંથી ક્રૂડ ખરીદવાનુ બંધ કર્યુ છે. જેના લીધે ચોખાની નિકાસ પર પ્રતિકૂળ અસર થઈ છે.

જો વેપાર પહેલાની સ્થિતિમાં આવ્યો તો અનાજનો ભાવ વધશે
ભારત અને પાકિસ્તાન બાસમતીના બે મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતની મોટાભાગની ચોખાની નિકાસ પાકિસ્તાન તરફ શિફ્ટ થવાની આશંકા છે. ભારતીય ચોખાના નિકાસકાર મંડળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઈરાન ચોખા નિકાસ સમિતિના અધ્યક્ષ સતિષ ગોયલે જણાવ્યું હતું કે, બાસમતીના ભાવમાં થયેલા ઘટાડાની અસર ખેડૂતોની આવક પર પડશે. સરકારની નીતિઓને કારણે ઈરાન ભારતમાંથી ચોખાની આયાતમાં ઘટાડો કરશે. તેના બદલે તે પાકિસ્તાનથી બાસમતી ચોખા મેળવી શકે છે. ગોયલે કહ્યું હતુ કે, જો ભારત અને ઈરાન વચ્ચે પહેલાની જેમ વેપાર શરૂ થશે તો અનાજના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ માટે ઉકેલ શોધવો જોઈએ.

વૈશ્વિક બાસમતીના ભાવમાં ઘટાડો થતા નિકાસને અસર
ઇરાનમાં નિકાસ ન થવાને કારણે આ વખતે બાસમતી ચોખા અને અનાજના ભાવમાં સૌથી વધુ ભાવ બાસમતીના ગગડ્યા છે. 1121 અનાજ આ વર્ષે ક્વિન્ટલદીઠ રૂ. 2700ના ભાવે વેચાઇ રહ્યુ છે, જે ગયા વર્ષના રૂ. 3300 કરતાં રૂ. 600 ઓછુ છે. જ્યારે પુસા 1509નો આ વર્ષે ક્વિન્ટલદીઠ ભાવ રૂ .1800 છે, જે ગયા વર્ષે 2400 પ્રતિ ક્વિન્ટલ હતો. માત્ર પરંપરાગત બાસમતી ડાંગરના ભાવ સારા રહ્યા છે. આ વર્ષે તે પ્રતિ ક્વિન્ટલ રૂ. 4500 છે. જ્યારે ગયા વર્ષે તેની કિંમત ક્વિન્ટલદીઠ રૂ. 4200 હતી. તેનુ ઉત્પાદન પ્રમાણમાં ઓછુ થાય છે.

અન્ય સમાચારો પણ છે...