બિઝનેસ બ્રીફ:આવતા સપ્તાહે ગુજરાતની બે કંપનીઓ વિનસ પાઇપ્સ તેમજ પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરીના IPO આવશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LICના IPOની એપ્લિકેશન સ્વીકારવા PNBની બધી બ્રાન્ચ રવિવારે ચાલુ રહેશે

IPOની મોસમ ફરી શરૂ થઈ છે ત્યારે ગુજરાતની બે કંપનીઓના પબ્લિક ઇશ્યૂ આગામી સપ્તાહ દરમિયાન ખુલશે. આ સાથે જ બહુચર્ચિત લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના IPO માટેની એપ્લિકેશન સ્વીકારવા માટે સ્વીકારવા માટે પંજાબ નેશનલ બેન્ક (PNB)ની દેશભરની તમામ બ્રાન્ચ રવિવારે પણ ખુલ્લી રહેશે.

પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરીનો રૂ. 539 કરોડનો ઇશ્યૂ આવશે
અમદાવાદની પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ લિમિટેડનો IPO 10 મેના રોજ ખુલશે. એન્કર રોકાણકારો માટે બિડ/ઓફર આઇપીઓ ખુલવાની તારીખના એક દિવસ અગાઉ 09 મેના રોજ ખુલશે. કંપની આ ઇશ્યૂ મારફત અંદાજે રૂ. 539 કરોડ ઊભા કરશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 595થી રૂ. 630 નક્કી કરવામાં આવી છે. આ પબ્લિક ઇશ્યૂમાં પ્રુડેન્ટના કર્મચારીઓને ઇક્વિટી શેરદીઠ રૂ. 59નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બિડ લઘુતમ 23 ઇક્વિટી શેર માટે અને પછી 23 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરીના મેનેજિંગ ડિરેક્ટર સંજય શાહ.
પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરીના મેનેજિંગ ડિરેક્ટર સંજય શાહ.

વિનસ પાઇપ્સનો પબ્લિક ઇશ્યૂ 11 મેના રોજ ખુલશે
ગુજરાત સ્થિત વિનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ લિમિટેડે તેની પબ્લિક ઑફર માટે પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ.310થી રૂ.326નો પ્રાઇસ બેન્ડ નિર્ધારિત કર્યો છે. કંપનીનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) સબસ્ક્રિપ્શન માટે બુધવારે 11 મેના રોજ ખુલશે અને શુક્રવારે 13 મેના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 46 શેરો માટે અને ત્યારબાદ 46 ઇક્વિટી શેરોના ગુણાંકમાં બીડ કરી શકે છે. કંપની આ IPO મારફત અંદાજે રૂ. 165 કરોડનું ભંડોળ ઊભું કરશે.

વિનસ પાઇપ્સના મેનેજિંગ ડિરેક્ટર અરુણ કોઠારી.
વિનસ પાઇપ્સના મેનેજિંગ ડિરેક્ટર અરુણ કોઠારી.

LIC IPO માટે PNB રવિવારે પણ ખુલ્લી રહેશે
PNBએ જાહેરાત કરી છે કે LICના મેગા IPO અરજીઓની પ્રક્રિયા કરવા માટે રવિવાર, 8 મેના રોજ તેની તમામ 10,088 શાખાઓ જાહેર જનતા માટે ખુલ્લી રાખશે. તેની જાહેરાતમાં, PNBએ કહ્યું કે, LIC IPOની આ સૌથી મોટી ઓફર તરીકે, અમે અરજી પ્રક્રિયાને સરળ અને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ કારણે PNB તેની શાખાઓ રવિવારે પણ ખુલ્લી રાખશે. અરજદારોને ઓફરિંગ અને IPO સંબંધિત તમામ પ્રશ્નો પર યોગ્ય સલાહ પણ આપવામાં આવશે. તમામ અરજદારો પંજાબ નેશનલ બેંકની કોઈપણ શાખામાં અરજી કરી શકશે કારણ કે તમામ શાખાઓ ASBA એપ્લિકેશનથી સજ્જ છે.

BOIએ ગિફ્ટ સિટીમાં ફોરેન એક્સચેન્જ બેક ઓફિસ શરૂ કરી
બેંક ઓફ ઇન્ડિયાએ ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સેન્ટ્રલાઇઝ ફોરેન એક્સચેન્જ બેક ઓફિસ (FE-BO)ની શરૂઆત કરી છે. આ FE-BO ભારતમાં તમામ શાખાઓમાંથી ઓરિજિનેટ થતા આંતરરાષ્ટ્રીય વેપારનું સંચાલન કરશે. બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સ્વરૂપ દાસગુપ્તાએ જણાવ્યું કે, ફોરેક્સ વ્યવસાયના વ્યવહારોનો લાભ મેળવીને, FE-BOમાં ઇન્ક્યુબેશન સેન્ટર નવા ગ્રાહકને અનુકૂળ ઉત્પાદનો ડિઝાઇન કરશે. FE-BO ગ્રાહકો સાથે સક્રિયપણે જોડાશે અને લેટેસ્ટ નિયમનકારક માર્ગદર્શિકાઓ/આંતરરાષ્ટ્રીય વેપારી પદ્ધતિઓ જણાવશે.

ગિફ્ટ સિટીમાં બેંક ઓફ ઇન્ડિયાની સેન્ટ્રલાઇઝ ફોરેન એક્સચેન્જ બેક ઓફિસના ઉદ્ઘાટનની તસવીર.
ગિફ્ટ સિટીમાં બેંક ઓફ ઇન્ડિયાની સેન્ટ્રલાઇઝ ફોરેન એક્સચેન્જ બેક ઓફિસના ઉદ્ઘાટનની તસવીર.
અન્ય સમાચારો પણ છે...