તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ખાસ:IPO માર્કેટનું ક્વોરેન્ટાઈન પૂર્ણ, રૂ. 9123 કરોડના ચાર IPO ખૂલશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇક્વિટી માર્કેટની તેજીના કારણે આઇપીઓ માર્કેટ ફરી જોશમાં

પ્રાઈમરી માર્કેટમાં બે માસ સુધી શુષ્ક માહોલ બાદ ફરી પાછુ આઈપીઓનુ ઘોડાપુર જોવા મળ્યુ છે. આ સપ્તાહમાં કુલ 9123 કરોડના 4 આઈપીઓ યોજાવા જઈ રહ્યા છે. અગાઉ 7 એપ્રિલના માઈક્રોટેક ડેવલપર્સે રૂ. 486 કરોડનો આઈપીઓ યોજ્યો હતો. ત્યારબાદથી બે માસ સુધી આઈપીઓ માર્કેટ ક્વોરન્ટાઈન થયુ હતું.

જો કે, ગઈકાલથી શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જીનો રૂ. 909 કરોડ જ્યારે સોના બીએલડબ્લ્યુ પ્રિસિયન ફોર્જિંગ લિ.નો રૂ. 5550 કરોડનો આઈપીઓ શરૂ થઈ ચૂક્યો છે. જ્યારે ક્રિષ્ના ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયસન્સ અને ડોડલા ડેરીનો આઈપીઓ કુલ રૂ. 1253 કરોડનો આઈપીઓ બુધવારથી શરૂ થશે. ક્રિષ્નાની પ્રાઈસ બેન્ડ રૂ. 815-825 જ્યારે ડોડલાની પ્રાઈસ બેન્ડ રૂ. 421-428 નક્કી કરવામાં આવી છે. આઈપીઓ 16થી 18 જૂનના રોજ યોજાશે.

ક્લિન સાયન્સ એન્ડ ટેક્નોલોજી રૂ. 1500 કરોડ જ્યારે ઈન્ડિયા પેસ્ટિસાઈડ્સ રૂ. 800 કરોડનો આઈપીઓ યોજવા જઈ રહી છે. એક્સિસ સિક્યોરિટીઝના સીઆઈઓ નવીન કુલકર્ણીએ જણાવ્યુ હતુ કે, ઈક્વિટી માર્કેટમાં ભરપૂર લિક્વિડિટી જોવા મળી છે. તેમજ રિટેલ રોકાણકારોનો હિસ્સો પણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છએ. જેથી હાલ સ્મોલ અને મિડ કેપ કંપનીઓ માટે જાહેર ભરણા મારફત ફંડ એકત્ર કરવો યોગ્ય સમય છે.

હાલ કંપનીઓ આઈપીઓ માર્કેટમાં મજબૂત વલણ અપનાવી તેનો લાભ લઈ રહી છે. કંપનીઓ આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ દેવાની ભરપાઈ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા તેમજ જનરલ કોર્પોરેટ હેતુઓ માટે છે.

શ્યામ મેટલને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ, સોનામાં નિરૂત્સાહ શ્યામ મેટલ્સમાં પ્રથમ દિવસે જ રોકાણકારોનો બહોળો પ્રતિસાહ જોવા મળ્યો છે. પ્રાઈસ બેન્ડ રૂ. 303-306ના 909 કરોડના આઈપીઓ કુલ 1.23ગણો ભરાયો છે.

ટૂંકાગાળામાં 17503 કરોડના 17 IPO કતારમાં
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ, રોલેક્સ રિંગ્સ, અને સેવન આઈલેન્ડ શિપિંગે આઈપીઓ માટે સેબીની મંજુરી મેળવી લીધે છે. આ સાથે હાલ રૂ. 17503 કરોડના 17 આઈપીઓ યોજવા કંપનીઓ કતારમાં છે. બીજી બાજુ 26 કંપનીઓ સેબીની મંજૂરીની રાહ જોઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...