તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઈફેક્ટ:મ્યુચ્યુઅલ ફંડમાંથી રોકાણકારોએ 14553 કરોડ પાછા ખેંચ્યા

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • MF એયુએમ ઘટી 27.49 લાખ કરોડ થઇ

કોરોના મહામારીના કારણે વૈશ્વિક સ્લોડાઉનની સ્થિતિ વચ્ચે પણ ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોનો દબદબો રહ્યો હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડમાંથી રોકાણકારોએ ઓગસ્ટ માસમાં 14553 કરોડનું રોકાણ પાછુ ખેંચ્યુ છે. ઓગસ્ટ માસમાં સેન્સેક્સ સરેરાશ 1600 પોઇન્ટ વધવા સાથે 38000ની સપાટી કુદાવી ચૂક્યો હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડમાંથી રોકાણકારોએ રોકાણ પાછુ ખેંચ્યુ છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ (એમ્ફી)ના અહેવાલ મુજબ કુલ એયુએમ ઘટી 27.49 લાખ કરોડ પહોંચી છે. રોકાણલક્ષી તમામ યોજનાઓમાં રોકાણકારોનો નકારાત્મક ટ્રેન્ડ રહ્યો હતોડેટ સ્કિમમાંથી પણ રોકાણકારોએ ઓગસ્ટ માસમાં 3907.53 કરોડ પાછા ખેંચ્યા હતા. એયુએમ ઘટી 12.61 લાખ કરોડ રહી છે. જ્યારે ગ્રોથ-ઇક્વિટી ઓરીએન્ટેડ સ્કિમમાં રોકાણકારોએ 3999.62 કરોડનું રોકાણ પાછુ ખેંચ્યું છે. જોકે હાઇબ્રીડ સ્કીમમાં સૌથી વધુ 4819 કરોડનું રોકાણ પાછુ ખેંચાવા સાથે 3.05 લાખ કરોડની કુલ એયુએમ રહી છે.

બજારમાં સ્થિરતા આવતા રોકાણ પ્રવાહ વધશે
મોતીલાલ ઓસવાલના રિસર્ચ હેડ સંતોષકુમાર સિંહે જણાવ્યું કે, સામાન્ય રીતે જ્યારે બજારમાં ઘટાડા પછી રિકવરી આવે છે ત્યારે એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં રોકાણ પાછું ખેચાઇ રહ્યું છે. બજારમાં સ્થિરતા આવતાની સાથે જ એએમસીમાં રોકાણ પ્રવાહ વધી જશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો