• Gujarati News
  • Business
  • Investors Will Be Able To Get Accurate regular Information About Stock Market Moves, Risk Factor Disclosure Will Be Introduced

નવા નિયમો |:રોકાણકારને શેરબજારની ચાલ વિશે ચોક્કસ-નિયમિત માહિતી મળી શકશે, રિસ્ક ફેક્ટર ડિસ્ક્લોઝર રજૂ કરાશે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વમાં પ્રથમ વખત કોઈ રેગ્યુલેટર બજારની વાતો જાહેર કરશે

વિશ્વમાં પ્રથમ વખત કોઈ સ્ટોક એક્સચેન્જ રોકાણકારોને માર્કેટની ચાલ વિશે સમજ આપશે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ ભારતીય સ્ટોક એક્સચેન્જોના વલણો પર નિયમિત રિસ્ક ફેક્ટર ડિસ્ક્લોઝર જારી કરવાની યોજના જાહેર કરી છે. જેમાં મંદી અને તેજીના માપદંડોને સમાવી લેવામાં આવશે. આ પહેલ હાલ ચર્ચા-વિચારણાના પ્રારંભિક તબક્કે છે. પરંતુ જો અમલમાં મૂકાય તો રોકાણકારોને અસર કરતી ટોળાની માનસિકતા ટાળવામાં મદદ કરી શકે છે.

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બજારની ખોટી અફવાઓના પગલે મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળી છે. 2020માં કોવિડના કારણે ફંડામેન્ટલ્સને સમજ્યા વિના મોટા પાયે વેચવાલી શરૂ કરી હતી. પરંતુ ટૂંકાગાળામાં જ મોટી તેજી જોવા મળી હતી. તાજેતરના ભૂતકાળમાં અને મૂડીબજારના અત્યંત જટિલ ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં, મોટી સંખ્યામાં IPOમાં થયેલું નુકસાનને પણ ધ્યાનમાં રાખી આ યોજના બનાવવામાં આવી છે.

પ્રત્યેક સિંગલ સાયકલમાં એક ફિક્સ પેટર્ન હોવા છતાં રોકાણકારો તેજીમાં ખરીદી પાછળ દોડે છે. જ્યારે મંદીમાં ભયમાં આવી મોટી વેચવાલી નોંધાવે છે. જેના લીધે સચોટ અને યોગ્ય રિટર્નથી રોકાણકારો વંચિત રહી જતા હોવાનું સેબીએ નોંધ્યુ છે. જેમાં મંદી અને તેજીના માપદંડોને સમાવી લેવામાં આવશે. હાલ ચર્ચા-વિચારણાના પ્રારંભિક તબક્કે છે

બજારમાં ઉપલબ્ધ મોટા ભાગની માહિતી સચોટ નથી
બજારમાં ઉપલબ્ધ મોટાભાગની રિસર્ચ માહિતી બજારના સહભાગીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે જેઓ પોતાના વ્યવસાયિક હિતોને ધ્યાનમાં રાખી આ માહિતી તૈયાર કરે છે. તેથી જો નિયમનકાર પોતે જ બજારના ઉછાળા-ઘટાડા વિશેની માહિતી જાહેર કરે તો તે રોકાણકારના વિશ્વાસમાં વધારો કરી સચોટ માર્ગદર્શન મેળવવામાં મદદ કરશે. સેબીના ઉચ્ચ સ્તરીય સૂત્રએ જણાવ્યું હતું કે, સેબી માટે રોકાણકારોને મોટાપાયે અસર કરતી બાબતો પર ખુલાસો કરીને આગેવાની લેવાનો સમય આવી ગયો છે. જે માર્કેટના વિશાળ આંકડાઓ જાહેર કરશે.

એઆઈની મદદથી માર્કેટ ડેટા જાહેર કરાશે
સેબી પાસે વિપુલ પ્રમાણમાં માર્કેટ ડેટા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, અને વર્તમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરી એક જ પ્લેટફોર્મ પર તમામ રોકાણકારો, બ્રોકર્સ, માર્કેટ ટ્રેડરને ઉપયોગી થઈ શકે તેવી માહિતી નિયમિતપણે જારી કરવામાં આવશે. જેની મદદથી તેઓ પોતાની રોકાણ વૃત્તિમાં ફેરફાર કરી યોગ્ય રોકાણ પર સારૂ એવુ રિટર્ન મેળવી શકે. અસરકારક અમલીકરણ માટે તમામ લિસ્ટેડ કંપનીઓ, તેમજ કેટલાક માર્કેટ પાર્ટિસિપન્ટ્સ અને માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ, આ વિશેની માહિતી જાહેર કરે તે જરૂરી છે. તેથી જો નિયમનકાર પોતે જ બજારના ઉછાળા-ઘટાડા વિશેની માહિતી જાહેર કરે તો તે રોકાણકારના વિશ્વાસમાં વધારો કરી સચોટ માર્ગદર્શન મેળવવામાં મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...